Aapnu Gujarat
ગુજરાત

૧૨મીએ ગુજરાત આવશે મોદી, ડભોઈમાં થશે નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતાં રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૭ જુલાઇથી ૫ ઓગસ્ટ સુધી નર્મદા મહોત્સવ ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો સાથે ઉજવાશે. તેની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ૧૨ ઓગસ્ટે ડભોઈ ખાતે કરવામાં આવશે. અગાઉ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નર્મદા યાત્રા યોજવાનું નક્કી થયું હતું પરંતુ હવે યાત્રાને બદલે ગુજરાતભરમાં મહોત્સવ કરવામાં આવશે.
ગુજરાતના નર્મદા યોજનાનું કામ વર્ષોથી ચાલી રહ્યું હતું જેમાં અનેક અડચળો અને વિવાદ બાદ ડેમના દરવાજાની કામગીરી અટકી પડી હતી. પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં નર્મદાના દરવાજાની કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરિણામે ગુજરાત સરકારે પણ દરવાજાની કામગીરી પૂર્ણ કરવા માટે ઝડપ કરી હતી.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર લગાવવામાં આવેલાં ૩૦ દરવાજાને બંધ કરવાની મંજૂરી મળતાં ૧૭મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીચ પાડી દરવાજા બંધ કર્યા હતા. હાલ ડેમમાં સંગ્રહ થયેલાં પાણીથી ૩ કરોડ લોકોને લાભ મળે છે પરંતુ હવે ડેમની સંગ્રહ ક્ષમતામાં ૩.૭૫ ટકાનો વધારો થયો છે. આ સાથે જ ૧૯૬૧માં ડેમના ખાતમૂહુર્તના ૫૬ વર્ષ પછી ઐતિહાસિક ડેમની કામગીરી પૂર્ણ થઈ છે. ચોમાસા અગાઉ ડેમના દરવાજા બંધ થઈ શકતા હવે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાશે.

Related posts

અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલામાં વધારો

aapnugujarat

ડભોઈ શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા વૃદ્ધોનો સર્વે કરાયો

editor

ગાંધીનગર ખાતે ૧૬થી ૧૯ દરમ્યાન વિશ્વનું વિશાળ સીરામીક્સ પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1