Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે ૧૬થી ૧૯ દરમ્યાન વિશ્વનું વિશાળ સીરામીક્સ પ્રદર્શન

વાઇબ્રન્ટ સીરામીક્સ એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૭ના એક નોંધનીય ઘટનાક્રમમાં ગાંધીનગર ખાતે ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં તા.૧૬થી તા.૧૯ નવેમ્બર દરમ્યાન વિશ્વનું સૌથી વિશાળ સીરામીક્સ પ્રદર્શન યોજાવા જઇ રહ્યું છે. રૂ.૨૫૦ કરોડના ખર્ચે આશરે ૫૦ હજાર ચોરસમીટરમાં યોજાનારા આ ઐતિહાસિક સીરામીક્સ પ્રદર્શનમાં ૩૦ હજારથી વધુ ડિઝાઇન લોકોને આ પ્લેટફોર્મ થકી એક જ જગ્યાએ જોવા મળશે. આ પ્રદર્શનમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડ્‌સ અને અનેક આકર્ષણો જોવા મળશે. આ સાથે જ ભારતનો સીરામીક ઉદ્યોગ ૨૦૨૦ સુધીમાં રૂ.૫૦ હજાર કરોડના ટર્નઓવર સાથે બેગણો વૃદ્ધિ પામશે એમ અત્રે વાઇબ્રન્ટ સીરામીક્સ એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૭ના પ્રમુખ નીલેશ જેતપરિયા અને સીઇઓ સંદીપ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સીરામીક ઉદ્યોગ સમગ્ર દુનિયામાં દ્વિતીય ક્રમે છે અને વૈશ્વિક ઇનપુટના ૧૨.૯ ટકા નિર્મિત કરે છે. તા.૧૬થી તા.૧૯ નવેમ્બર દરમ્યાન યોજાનારા વિશ્વના સૌથી વિશાળ સીરામીક્સ પ્રદર્શનમાં તા.૧૯મીએ કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુ ખાસ ઉપસ્થિત રહેશે. સીરામીક ટાઇલ્સ ભારતમાં કુલ ટાઇલ્સની માંગણીના ૬૦ ટકા આસપાસ છે અને ૨૦૧૪-૨૦૧૯ના સમયગાળામાં તે ૮.૭ ટકાના સીએજીઆરે વૃધ્ધિ પામે તેવી શકયતા છે. આ વિશાળ પ્રદર્શનમાં ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુકત સાહસો, બીટુબી તેમ જ બીટુબી નેવટર્કિંગ તકો મુખ્ય વિષયો અને મુદ્દા હશે. વાઇબ્રન્ટ સીરામીક્સ એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૭ના પ્રમુખ નીલેશ જેતપરિયા અને સીઇઓ સંદીપ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જે પ્રકારે મોરબી સીરામીક ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રગતિ કરી છે તે જોતાં મોરબી સમગ્ર સીરામીક સેકટરનું હબ બની ગયું છે. ભારતીય સીરામીક ઉદ્યોગ કે જે દુનિયામાં હાલ નંબર-૨ પર છે તેને નંબર-વન પર લાવવાનું અમારું લક્ષ્યાંક છે. સીરામીક ઉદ્યોગના વિકાસથી ગુજરાત સહિત દેશભરમાં રોજગારી અને પ્રગતિની ઉજળી તકો પ્રાપ્ય બનશે. વડાપ્રધાન મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનમાં વાઇબ્રન્ટ સીરામીક્સ તેની રીતે યોગદાન આપી રહ્યું છે. અમે મહેસૂલમાં લગભગ ચાર અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છીએ અને ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે. વાઇબ્રન્ટ સીરામીક્સ એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૭ માટે ૬૫થી વધુ દેશોઅને દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોમાં રોડ શો કરવામાં આવ્યો હતો. વિશ્વનું સૌથી એવું આ વિશાળ સીરામીક્સ પ્રદર્શન ઐતિહાસિક અને દુનિયાભરમાં નોંધનીય બની રહેશે. આ પ્રસંગે વાઇબ્રન્ટ સીરામીક્સ એકસ્પો એન્ડ સમીટ-૨૦૧૭ના અગ્રણીઓ કે.જી.કુંડારીયા, નીરજ શાહ-ચેરપર્સન(આઇઆઇઆઇડી) સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ફિનિશ્ડ પ્રોડકટ્‌સ માટેનું દુનિયાનું આ વિશાળ સીરામીક્સ પ્રદર્શન હશે.

Related posts

લોકસભાની ૨૬ બેઠકો જીવતા ભાજપે સંઘનાં પૂર્ણકાલિન વિસ્તારકોની ફોજ ઉતારી

aapnugujarat

अहमदाबाद शहर में आवारा कुत्तों के आतंक के मुद्दे पर हाईकोर्ट में पीआईएल

aapnugujarat

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઊંચાઈનો અવરોધ જોવા મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1