Aapnu Gujarat
ગુજરાત

દિવાળી તહેવારને લઈ એસટી વિભાગ દોડાવશે એકસ્ટ્રા બસ

આ દિવાળીએ બહાર ગામ જવા તૈયારી કરી લો, કારણ કે દિવાળી પહેલા સુરત એસ.ટી વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સ્પેશ્યલ એક્સ્ટ્રા બસ દોડાવવા આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કોરોના છૂટછાટ બાદ આ દિવાળીએ પ્રવાસીઓ બહાર જવા રેકોર્ડ તોડે એવો એસ્ટી નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
એસટી નિગમ દ્વારા દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, આ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાની બસનું સંચાલન કરવા માટે જી.્‌ નિગમ સજ્જ જોવા મળી રહ્યું છે. આ અંગે જી.્‌ નિગમના નિયામક સંજય જોશીએ જણાવ્યું હતું કે દર વર્ષે ય્જીઇ્‌ઝ્ર તરફ દિવાળી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ ૧૬૦૦ જેટલી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૯.૧૦.૨૦૨૨ થી ૨૪ ૧૦.૨૦૨૨ દરમિયાન આ આયોજન કરાયું છે.
આ વર્ષે કોરોનામાંથી છૂટછાટ મળતા બસોની એડવાન્સ બુકિંગે પણ રેકોર્ડ તોડ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે ૨૫ ટકા એડવાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગ થયું છે, જેમાં ૯૨૪ જેટલી ગાડીઓની એડવાન્સ અને ગ્રુપ બુકિંગ થયું છે અને એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી આવક થઈ છે. જો ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ૧૪૨૧ ગાડીઓ દોડાવામાં આવી હતી અને એક કરોડથી વધુનો આવક થઈ હતી. આ વર્ષે ૨૫ ટકા વધુ બુકિંગ થયું છે. હાલ સુધી અમરેલીમાં ૩૦૬ ગાડી, ભાવનરમાં ૪૪૩, બોટાદમાં ૬૮, એજ રીતે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા મળી ૫૦ જેટલી ગાડીઓ બુક છે સાથે કરંટ બુકિંગ પણ હજી પણ ચાલુ છે, જેથી છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો મોટા પ્રમાણમાં બુકિંગ કરાવતા લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે.
સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત જી્‌ વિભાગમાંથી વધારાની ૧૬૦૦ બસો દોડાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે, જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહેશે.

Related posts

ખાડે ગયેલ સેવા-કૌભાંડોને લઇને મ્યુનિ. વિપક્ષે પસ્તાળ પાડી

aapnugujarat

૭૦ વર્ષ બાદ અમેઠીમાં કલેક્ટર ઓફિસ બની છે : શાહના પ્રહારો

aapnugujarat

પર્યાવરણ જાળવી રાખવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે : રમણભાઈ પાટકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1