Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે. જો દિવસ દરમિયાન સૂકા પવન ફૂંકાતા હોય તેવું લાગી રહ્યું છે અને સૂકા પવનની અસર સ્કિન પર થઈ રહી છે. છેલ્લા ૪૮ કલાકથી વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા જ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડીગ્રીનો વધારો થશે, પરંતુ લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટી જશે. જેના કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અહેસાસ થશે.
શિયાળાની શરૂઆતની લોકો રાહ જોઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે. ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં અનુભવાય છે. જોકે, આજે નલિયામા લઘુતમ તાપમાન ૧૮.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે અને મહત્તમ તાપમાન ૩૫.૬ ડીગ્રી નોંધાયું હતું. જૂનાગઢ અને અમરેલીનું લઘુતમ તાપમાન ૧૭.૭ ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન ૨૦.૧ નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન ૩૫.૮ ડીગ્રી નોંધાયું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, છેલ્લા ૪૮ કલાકથી વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે. હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. નવેમ્બરની શરૂઆત ઠંડીની શરૂઆત થઈ જવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અમુક રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે કેટલાય પ્રદેશોમાંથી ચોમાસુ પાછુ ફર્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત એક્ટિવ થવાના કારણે દેશના કેટલાય ભાગમાં વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાનથી આગામી ૨થી ૩ દિવસમાં ચક્રવાત દક્ષિણ ભારતના તટવર્તી વિસ્તારોમાં પહોચી શકે છે. તેના પ્રભાવથી દક્ષિણ ભારતીય રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાના અણસાર છે.
બિહાર, સિક્કિમ, મેઘાલય અને મધ્ય પ્રદેશથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસી થઈ ચુકી છે. તો વળી આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાલ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં ચોમાસુ એકદમ પાછુ આવ્યું છે. ઝારખંડ, ઓડિશા સહિત અને રાજ્યોમાં ચોમાસાની વાપસી માટે અનુકુળ સ્થિતિ બનેલી છે.

Related posts

નવા પશ્ચિમઝોન વિસ્તારો માટે ૧૩૦ કરોડની દરખાસ્ત મંજુર

aapnugujarat

જવેલર્સના સ્વાંગમાં ગઠિયાએ ૧૫ લાખની કરેલી છેતરપિંડી

aapnugujarat

સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત વોટર ATM  શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1