Aapnu Gujarat
ગુજરાત

આરટીઓમાં એડિશનલ ફીની ઉઘાડી લૂંટ સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ

અમદાવાદ આરટીઓમાં એડિશનલ ફીના ઓઠા હેઠળ ચલાવાતી ઉઘાડી લૂંટ સામે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વની રિટ અરજી થઇ છે. હાઇકોર્ટે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ આ પ્રકરણમાં સરકારપક્ષને સરકારના સંબંધિત વિભાગમાંથી જરૂરી સૂચના મેળવી અદાલતને જાણ કરવા મૌખિક નિર્દેશ કર્યો છે અને કેસની વધુ સુનાવણી મંગળવાર પર મુકરર કરી છે. અમદાવાદ આરટીઓમાં સત્તાવાળાઓ દ્વારા એડિશનલ ફી નામે ગેરકાયદે રીતે ઉંચો દંડ વસૂલવામાં આવી રહ્યો હોવાના મુદ્દા ઉપસ્થિત કરતી હાઇકોર્ટમાં થયેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મોટર વ્હીકલ એકટની જોગવાઇ પ્રમાણે, આરટીઓ ઓથોરીટી લાયસન્સ, વાહન ટ્રાન્સફર કે વાહનના ફીટનેસ સર્ટિફિકેટના કામો માટે નિયત ફી લઇ શકે પરંતુ એડિશનલ ફીના નામે દંડ વસૂલી શકે નહી, કારણ કે આ પ્રકારે એડિશનલ ફી વસૂલવાની કાયદામાં કોઇ જોગવાઇ કે સત્તા જ નથી. તેમછતાં અમદાવાદ આરટીઓ કચેરીમાં બેફામ રીતે એડિશનલ ફી ના ઓઠા હેઠળ તગડો દંડ વસૂલાઇ રહ્યો છે. આરટીઓ સત્તાવાળાઓ જે સેવા આપે તેની ફીના અનુસંધાનમાં આનુષંગિક ફી લઇ શકે પરંતુ એડિશનલ ફીના નામે દંડ ઉઘરાવી શકે નહી. અરજદારપક્ષ તરફથી કેટલાક ઉદાહરણ આપતાં કોર્ટને જણાવ્યું કે, લાયસન્સના કિસ્સામાં રિન્યુઅલ ફી રૂ.૪૦૦ છે, જયારે એડિશનલ ફી રૂ.૧૦૦૦ ઉઘરાવાય છે, આ જ રીતે ટ્રાન્સફર ફીમાં લાઇટ વ્હીકલ માટે દર મહિને રૂ.૩૦૦ અને ફોર વ્હીલર કે અન્ય ભારે વાહનો માટે રૂ.૫૦૦ની એડિશનલ ફી, જયારે વાહનના ફીટનેસ સર્ટિફિકેટના કિસ્સામાં પ્રતિદિન રૂ.૫૦ એડિશનલ ફી તરીકે ઉઘરાવાય છે. આમ, આરટીઓ સત્તાવાળાઓ એક પ્રકારે એડિશનલ ફી ના નામે રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. હજારો નાગરિકો ગેરકાયદે રીતે ઉઘરાવાતી આ બેફામ લૂંટનો ભોગ બની રહ્યા છે. અરજદારપક્ષે કોર્ટનું ધ્યાન દોર્યું કે, તાજેતરમાં જ મદ્રાસ હાઇકોર્ટે ત્યાંની આરટીઓમાં આ પ્રકારે ઉઘરાવાતી એડિશનલ ફીને ગેરકાયદે ઠરાવી છે, તેથી હાઇકોર્ટે અમદાવાદ આરટીઓમાં ઉઘરાવાતી એડિશનલ ફીને ગેરકાયદે ઠરાવી તેને રદબાતલ જાહેર કરવી જોઇએ.

Related posts

मुनाफे का कारोबार गीर गाय

editor

જળ સંચય અભિયાનની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી

aapnugujarat

शाहीबाग क्षेत्र में प्रेमी और प्रेमिका ने अपने-अपने घर फांसी लगाई : युवती की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1