Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગૌમાંસ મામલે નાગપુરમાં કરી વેપારીની ધોલાઈ

નાગપુરમાં બીફ લઈ જવાના શકમાં એક માંસના વેપારીને બેરહેમીથી મારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે છ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઇસ્માઇલનો આરોપ છે કે ત્યાં ઊભા રહેલા લોકો મારપીટનો વિડિયો ઉતારતા રહ્યા, પણ તેને બચાવવાની કોઈએ કોશિશ કરી નહીં. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં કહેવાતા ગોરક્ષક એક શખસને મારતા દેખાઈ રહ્યા છે.પોલીસ પ્રમાણે માંસના વેપારી ઇસ્માઇલ શાહ નાગપુરનો રહેવાસી છે. તે પોતાની સ્કૂટીમાં મીટ લઈ મધ્ય પ્રદેશથી અહીં આવી રહ્યો હતો. તે જેવો બન્ને રાજ્યોની બોર્ડર સ્થિત ભારસિંગી ગામમાંથી પસાર થયો તેને છ લોકોએ રોક્યો. આરોપીઓએ ઇસ્માઇલની સ્કૂટીની અંદર રાખવામાં આવેલા મીટને જોઈ એના દસ્તાવેજ માગ્યા. ઇસ્માઇલનું કહેવું છે કે દસ્તાવેજ બતાવ્યા પણ તેમણે એને નકલી કહી લાતો, મુક્કા અને ચંપલથી મારવાનું શરૃ કરી દીધું. ગાળો આપી અને જખમી હાલતમાં જ ત્યાં છોડી જતા રહ્યા.ઇસ્માઇલનું કહેવું છે કે તેણે હુમલાખોરોને જણાવ્યું કે તે ભાજપનો કાર્યકર્તા છે. એમ પણ કહ્યું કે તેની પાસે ગોમાંસ નથી. હાથ જોડીને વિનંતી કરી, પણ તેઓ માન્યા નહીં. ઇસ્માઇલે જણાવ્યું હતું કે એક શખસે તો જમીન પર તેના ઉપર સ્કૂટી જ ફેંકી દીધી. એ પછી તે બેહોશ થઈ ગયો. હોશ આવ્યા બાદ તે પોતે જખમી હાલતમાં નાગપુર પહોંચ્યો અને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો.હાલમાં ઇસ્માઇલની હાલત ગંભીર છે. નાગપુરની એક હોસ્પિટલમાં તેની ભરતી કરવામાં આવી છે. પોલીસે મારપીટના મામલે મોરેશ્વર તેંડુલકર, જગદીશ ચૌધરી, અશ્વિન ઉઈકે અને રામેશ્વર તાયવડેની ધરપકડ કરી છે. બેની શોધ ચાલુ છે. પોલીસે સ્કૂટીની ડિક્કીમાંથી જપ્ત માંસને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યું છે.મહારાષ્ટ્રના અંચલપુરના અપક્ષ વિધાનસભ્ય ઓમપ્રકાશ બાબારાવ કડુ ઉર્ફે બચ્ચુ કડુએ પિટાઈ કરનારા પોતાના સપોર્ટર જણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ લોકો વિકલાંગ પ્રહાર સંગઠન માટે હંમેશાં સારું કામ કરે છે. તેમણે બીફ જોયા બાદ શખસને રોક્યો. જો તેમણે કાયદો હાથમાં લીધો છે તો કાયદો પોતાના હિસાબે એક્શન લેશે. તેમણે હંમેશાં સારું કામ કર્યું છે. એટલે અમે કોઈ પ્રકારની કોઈ એક્શન નહીં લઈએ.

Related posts

સરહદી વિવાદ વચ્ચે મોદી જિનપિંગ જર્મનીમાં મળશે

aapnugujarat

તલવાર દંપત્તિ સોમવારે દસના જેલથી મુક્ત થશે

aapnugujarat

सतलुज-यमुना जोड़ नहर मुद्दे पर सर्वदलीय बैठक बुलाएं कैप्टन : भगवंत मान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1