Aapnu Gujarat
રાષ્ટ્રીય

હુમલા બાદ ખાનગી બસને પણ સુરક્ષા આપવા તૈયારી

અમરાનાથ શ્રદ્ધાળુઓ પર સોમવારની રાત્રે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ કેન્દ્રિય સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસ સુરક્ષાને લઇને વધારે ગંભીર છે. હવે ખાનગી બસને પણ સુરક્ષા આપવાના પાસા પર વિચારણા કરવામાં આવી રહી છે. એજન્સીઓ સત્તાવાર કાફલામાં રહેલી બસ ઉપરાંત અલગ ખાનગી વાહનોને પણ સુરક્ષા પુરી પાડી શકે છે. અમરનાથ યાત્રા જારી છે ત્યારે હવે સુરક્ષાને લઇને બહુસ્તરીય સમીક્ષા કરવામાં આવી હતી. સુરક્ષાને લઇને કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા બોલાવવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિ અને ગવર્નર તેમજ અમરનાથ શ્રાઇન બોર્ડના ચેરમેન એનએન વોરાએ અલગ રીતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. ત્યારબાદ આ મુદ્દા પર વિસ્તૃત સમીક્ષા જમ્મુ કાશ્મીરમાં જ પીએમઓ રાજ્યપ્રધાન જિતેન્દ્રસિંહ, ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ અહીર, સેનાના ટોચના અધિકારીઓ અને રાજ્ય અને કેન્દ્રિય દળોની બેઠકમાં થઇ હતી. ગુપ્તચર સંસ્થાઓના અધિકારીઓ પણ આમાં હાજર રહ્યા હતા. સોમવારે મોડી રાત્રે ૮.૨૦ વાગ્યાના આસપાસ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો.
ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. સુરક્ષા દળો દ્વારા નક્કી કરવામાં આવેલી સાત વાગ્યાની સમય મર્યાદા બાદ આ બસ દોડી રહી હતી. ખાનગી વાહનોને સુરક્ષા આપવાના પાસા પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી ચુકી છે. અમરનાથ યાત્રા ૨૯મી જુનના દિવસે શરૂ કરાઇ હતી. ત્યારાબાદથી યાત્રા નિયમિત રીતે જારીરહી છે.

Related posts

૧૯૮૪ રમખાણ : ૧૯૯૨થી ગુમ હતી ચાર્જશીટ, પોલીસ પર સવાલ

aapnugujarat

રાજકીય અખાડામાં દેશમાં મોદીની વિરુદ્ધ પડકાર નથી

aapnugujarat

ઓરંગઝેબની હત્યાનો બદલો લેવા ૫૦ યુવકો નોકરી છોડી પરત ફર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1