Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ : ટેરર સંબંધિત મોતમાં ૪૫ ટકાનો વધારો

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યા બાદ ત્રાસવાદી હિંસાને લઇને ફરી એકવાર મામલો ગરમ બની ગયો છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદ સંબંધિત મોતમાં ૪૫ ટકાનો વધારો થયો છે જ્યારે નાગરિક મોતમાં ૧૬૪ ટકાનો રેકોર્ડ વધારો થયો છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં ઉલ્લેખનીય વધારો થયો હોવા છતાં ત્રાસવાદી હુમલામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, સોમવારે મોડી રાત્રે ૮.૨૦ વાગ્યાના આસપાસ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો. ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. સુરક્ષા દળો દ્વારા નક્કી કરવામાં આવેલી સાત વાગ્યાની સમય મર્યાદા બાદ આ બસ દોડી રહી હતી.
હુમલા બાદ અમરનાથ યાત્રાના બેઝકેમ્પ તરફ દોરી જતા માર્ગો ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે. અનંગનાગ અને ગંદરબાલ જિલ્લામાં ક્રમશઃ પહેલગામ અને બલતાલ બેઝકેમ્પ તરફ દોરી જતા માર્ગો પર સુરક્ષા વધારીને ચકાસણી કરવામાં આવી રહી છે. અમરનાથ હુમલા બાદ મોતના આંકડાની ફરી એકવાર ચર્ચા જોવા મળી રહી છે. છેલ્લા ૧૮ વર્ષના ગાળામાં અમરનાથ યાત્રીઓ ઉપર કેટલીક વખત હુમલા કરવામાં આવી ચુક્યા છે. આ ૧૮ વર્ષના ગાળા દરમિયાન ઓછામાં બાવન અમરનાથ યાત્રીઓના મોત થયા છે. પાંચ વખત અમરનાથ યાત્રીઓ ઉપર હુમલા કરવામાં આવી ચુક્યા છે.

Related posts

મુંબઈના સીએમએસટી સ્ટેશનને મ્યુઝિયમમાં ફેરવવાના પ્રસ્તાવને મોદીએ નકારી કાઢ્યો

aapnugujarat

પુલવામા હુમલા મામલામાં એનઆઈએ દ્વારા તપાસ થશે

aapnugujarat

સિટીઝનશીપ બિલ : મમતાની પગ નીચેની જમીન સરકી ગઈ : ઠાકુરનગરમાં મોદીએ મમતા પર પ્રહાર કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1