Aapnu Gujarat
બિઝનેસ

સોનાની આયાતનું બિલ પાંચ વર્ષની ઉંચી સપાટી ઉપર જશે

વર્ષ ૨૦૧૭માં સોનાની આયાતનુ બિલ પાંચ વર્ષની ઉંચી સપાટી પર પહોંચી ગયુ છે. હાલમાં જ જારી કરવામાં આવેલા નવેસરના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૭ના પ્રથમ છ મહિનામાં ભારતમાં સૌનાની આયાતનો આંકડો નવી ઉંચી સપાટી પર છે. ભારતમાં સોનાની આયાત વર્ષ ૨૦૧૬માં ૫૧૦ ટન રહી હતી. જ્યારે જાન્યુઆરી-જુન ૨૦૧૭માં આયાતનો આંકડો ૫૨ ટનનો રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં વેલ્યુની દ્રષ્ટિએ સોના માટેનુ આયાત બિલ વાણિજ્ય મંત્રાલયના કહેવા મુજબ ૨૩ અબજ ડોલરનુ રહ્યુ હતુ. જ્યારે આ વર્ષે જ જુન સુધી બિલ ૨૨.૨ અબજ ડોલર રહ્યુ હતુ. ઇન્ડસ્ટ્રીઝના અંદાજને ધ્યાનમાં લેવામાં આવે તો સોનાની આયાત છેલ્લા પાંચ વર્ષમાં ૭૦૯ ટનની સરેરાશ આયાતની સામે ૯૦૦ ટનના આંકડાને પાર કરી જશે. સાથે સાથે આયાત બિલ વર્ષ ૨૦૧૭માં ૪૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. જો આ અંદાજ સાચા સાબિત થશે તો વર્ષ ૨૦૧૨ બાદથી વેલ્યુની દ્રષ્ટિએ સૌથી વધારે આયાત રહેશે. ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે સોનાની નીચી કિંમત, નોટબંધી બાદ ઘટાડી દેવામાં આવેલી લિક્વિડીટી અને જીએસટીને લઇને દુવિધાસ કૃષિ લોન માફી, સારા મોનસુનની સ્થિતી, ગ્રામીણ વિસ્તારમાં વપરાશમાં વધારા જેવા પરિબળોની અસક હવે જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો સહિતના પરિબળો દેખાઇ રહ્યા છે. આ તમામ પાસાના કારણે આગામી મહિનામા પણ સૌનાની માંગ વધનાર છે. સોના ઉપરાંત ચાંદીની આયાતમાં પણ વર્ષ ૨૦૧૭ના પ્રથમ છ મહિનામાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૬ના સમગ્ર વર્ષમાં ૩૫૪૬ ટનની તુલનામાં ચાંદીની આયાત ૩૦૫૦ ટન રહી છે. ચાંદીની આયાત વધારે સંવેદનશીલ છે. સોનાની તુલનામાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં ચાંદીની કિંમત ઘટી જવાના કારણે આયાતમાં વધારો થઇ શકે છે. નવેમ્બર ૨૦૧૬માં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરી દેવામાં આવ્યા બાદ સોનાની માંગમાં વધારો થયો હતો. ગોલ્ડ અને જ્વેલરી પર જીએસટી નજીકના ભવિષ્યમાં બાજી બગાડી શકે છે.નવેસરના આંકડા પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે સોનાની આયાતનુ ચિત્ર કેવી રહ્યુ છે.

Related posts

સોનાના ભાવમાં ઉછાળો

editor

एक करोड़ रुपये तक कैश रखने की हो छूट

aapnugujarat

એર ઈન્ડિયાના કર્મચારીઓની ને થશે ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1