Aapnu Gujarat
Uncategorized

GST ની અમલવારી અને તેની સમસ્યા અંગે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરવા રાજકોટ આવશે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

‘‘એક દેશ – એક કર’’ની વિભાવનાને સિધ્ધ કરતાં સૌથી મોટા આર્થિક સુધારાનો દેશ સાક્ષી બનેલ છે. દેશભરમાં  GST ની અમલવારી કરીને શ્રી નરેન્દ્ર મોદીજીએ હિંમતનો પરચો આપેલ છે. આટલા મોટા કર અમલીકરણમાં અનેક સમસ્યા આવે તે સ્વાભાવિક છે. આ મુશ્કેલી અને પ્રશ્નો સાંભળવા અને ચર્ચા કરવા ભારત સરકારે દરેક રાજયમાં કેન્દ્રીય મંત્રીશ્રીઓને મોકલવામાં આવેલ છે. આવા જ ઉપક્રમે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૦૮/૦૭/૨૦૧૭ના રોજ રાજકોટ મુકામે આવી રહયા છે. આ મુલાકાત દરમ્યાન વિવિધ વેપારી સંગઠનો સાથે બેઠકો યોજી તેમની સમસ્યા જાણવા અને તેનો શકય ઉકેલ લાવવા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે હાજર રહેશે તથા ત્યારબાદ આ સમસ્યાઓને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા GST કાઉન્સીલ સમક્ષ રજુ કરશે.

Related posts

U.K. to re-introduce 2-year post-study work visa for international students

aapnugujarat

અમરાપુર ગામે મહિલાએ કર્યો આપધાત

editor

ગીર – સોમનાથ પોલીસે નવાબંદરના યુવાનની હત્યા પ્રકરણમાં બે આરોપીઓને પકડી પાડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1