Aapnu Gujarat
રાષ્ટ્રીય

કૃષિ કાયદા અને ખેડૂતોનું પ્રદર્શન ભારતનો આંતરિક મામલો : બ્રિટન

ભારતમાં છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને બ્રિટનની સંસદમાં ફરી એકવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને મીડિયાની સ્વતંત્રાને લઈને ભારત સરકાર પર દબાણ વધારવાની બ્રિટનની સંસદમાં કરવામાં આવેલી ઓનલાઈન પિટીશન બાદ આ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જાણકારી પ્રમાણે આ અરજી પર એક લાખથી વધારે લોકોએ હસ્તાક્ષર કર્યા હતાં.
લંડનાના પોર્ટકુલિસ હાઉસમાં ૯૦ મીનીટ સુધી ચાલેલી ચર્ચા દરમિયાન કંઝર્વેટિવ પાર્ટીની થેરેસા વિલિયમ્સે સ્પષ્ટ કહી દીધું હતું કે, કૃષિ આંદોલન એ ભારતનો આંતરીક મુદ્દો છે. આ મુદ્દાને લઈને કોઈ વિદેશી સંસદમાં ચર્ચા ના કરી શકાય.
ભારતના ખેડૂત આંદોલન મામલે લંડનના પોર્ટકુલિસ હાઉસમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી જે લગભગ ૯૦ મિનિટ સુધી ચાલી હતી. કોવિડ પ્રોટોકોલના કારણે કેટલાક સાંસદોએ ઘરેથી જ ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો. સાંસદ પાર્લામેન્ટમાં ફિઝિકલી હાજર રહે. ખેડૂત આંદોલનને સૌથી મોટી લેબર પાર્ટીનું સમર્થન મળ્યું છે. લેબર પાર્ટીના ૧૨ સાંસદ જેમાં લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બીન પણ સામેલ હતા. તેઓએ પણ પહેલા એક ટિ્‌વટમાં ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
આ ચર્ચા પર જવાબ આપવા નિયુક્ત કરાયેલા મંત્રી નેગલ એડમ્સે કહ્યું હતું કે, કૃષિ સુધાર ભારતનો ઘરેલૂ મુદ્દો છે. બ્રિટિશ મંત્રી અને અધિકારીઓ આ મુદ્દા પર ભારતીય સમકક્ષો સાથે સંપર્કમાં છે અને અવિશ્વસનીય રૂપે બારીકીના મુદ્દા પર નજર રાખી રહ્યા છે. મંત્રીએ કહ્યું હતું કે, ભારતની સાથે યૂએન સિક્યોરિટી કાઉન્સિલ અને જી-૭ સમિટના સારા પરિણામ મળ્યા છે. બંને દેશના સંબંધ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવાના કામમાં આવશે. તેનાથી ભારત અને યૂકેમાં પણ સમૃદ્ધિ આવશે. મંત્રીએ કહ્યું કે બંને દેશના સંબંધો સારા હોવા છતાં આપણે મુશ્કેલ મુદ્દાને ઉઠાવવાથી અટકીશું નહીં. તેઓએ આશા રાખી છે કે જલ્દી ભારત સરકાર ખેડૂત યૂનિયનની સાથે વાતચીતનું સકારાત્મક પરિણામ આવશે.

Related posts

૩૦ સપ્ટેમ્બરે આવશે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો

editor

2 Naxalite killed and 1 woman Naxal arrested in encounter with Security forces at Chhattisgarh

aapnugujarat

ઉત્તરપ્રદેશમાંથી ૩૫ સાંસદ પ્રથમ વખત લોકસભામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1