Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોલકાત્તામાં રેલ્વેની ઇમારતમાં આગ : ૯ લોકોના મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૯ લોકોના મોત નિપજ્યા છે. જાે કે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પશ્ચિમ બંગાળમાં એક તરફ વિધાનસભા ચૂંટણીઓનો ગરમાવો છે. ત્યાં બીજી બાજુ આગની આ ઘટનાથી આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી ૨-૨ લાખ રૂપિયા અને ગંભીર ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ઓફિસર સુજીત બોસનું કહેવું છે કે આ આગમાં ૯ લોકો બળીને ભડથુ થઈ ગયા છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા માં સ્ટ્રાંસ રોડ પર ન્યૂ કોલાઘાટ બિલ્ડિંગના ૧૨ અને ૧૩મા માળે ભયાનક આગ લાગતા ૯ લોકોનાં મોત નિપજ્યા છે. આ ઈમારતમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેની ઓફિસ પણ આવેલી છે. ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવેનું કમ્યૂટરાઈઝ્‌સ રિઝર્વેશન સેંટર પણ આવેલુ છે. ઘટનાસ્થળે ૧૫ ફાયર ટેન્ડર રવાના કરવામાં આવ્યા હતાં.
મૃતકોમાં ૪ ફાયર વિભાગના કર્મચારીઓ, એક રેલવે પોલીસનો કર્મચારી, એક એએસઆઇ તથા અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે એક આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર પણ હતા, જે હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ સિવાય બે આરપીએફ જવાનો પણ હતા.
ઘટનાસ્થળ પર મુખ્યમંત્રી મમતા બેનરજી પહોંચી ગયા હતા. તેમણે મૃતકના પરિવારને આર્થિક સહાય ઉપરાંત પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરત કરી છે. આગ લાગવાના કારણે પૂર્વ રેલવેની ઓનલાઈન બુકિંગ તથા ઉત્તર પૂર્વી રેલવેની ટિકીટ બુકિંગ વ્નેયવસ્થાને અસર પહોંચી હતી.
બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી અફરા-તફરી મચી ગઈ હતી. ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી હતી અને આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Related posts

आधार कार्ड में पता बदलना अब और भी आसान

aapnugujarat

કઠુઆ ગેંગરેપ : સુનાવણી પર ૭મી મે સુધી મનાઈહુકમ હશે

aapnugujarat

રાહુલ વડાપ્રધાન બન્યા તો ઘણી ક્રાંતિઓ થશે : સામ પિત્રોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1