Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાંથી ૩૫ સાંસદ પ્રથમ વખત લોકસભામાં

૧૭મી લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. હવે તમામ આંકડાકીય વિગત ખુલીને બહાર આવી રહી છે. નવી નવી વિગત જાહેર કરવામાં આવી રહીછે. હવે એવી માહિતી પણ મળી છે કે ૧૭મી લોકસભાના પરિણામમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં ૧૬મી લોકસભાની જેમ મોટી સફળતા હાથ લાગી છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ભાજપે તમામ પાર્ટીઓના સુપડા સાફ કરી દીધા હતા. વર્ષ ૨૦૧૪ની જેમ જ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સફળતા હાંસલ કરી લીધી છે. ભાજપે આ વખતે ઉત્તરપ્રદેશની ૮૦ સીટ પૈકી ૬૨ સીટમાં જીત મેળવી લીધી છે. સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરીને મેદાનમાં ઉતરનાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી પાસેથી લોકોને સારા દેખાવની અપેક્ષા હતી. જો કે તેમને કોઇ સફળતા મળી નથી. કોંગ્રેસની હાલત તો સૌથી વધારે ખરાબ થઇ છે. કોંગ્રેસ પાર્ટીને તો રાજ્યમાં એક સીટ મળી શકી છે. અપના દળે બે સીટ જીતી છે. કોંગ્રેસે ભલે પોતે એક સીટ જીતી છે. પરંતુ તેના દ્વારા ગઠબંધનને ભારે નુકસાન કરવામાં આવ્યુ છે. આઠ સીટો એવી છે જેના પર કોંગ્રેસના કારણે મહાગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે. આઠમાંથી ત્રણ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો હતા. જ્યારે પાંચ પર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો હતા. આ જ કારણસર મહાગઠબંધનનો ફ્લોપ શો રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ભાજપના ઝંઝાવાતના કારણે બસપના ૧૦ અને સમાજવાદી પાર્ટીને પાંચ સીટ મળી શકી છે. ભાજપને અહીં પણ નોંધપાત્ર સફળતા મળી ગઇ છે. બહુમતિની વચ્ચે તેના ૩૫ સાંસદો એવા છે જે પ્રથમ વખત લોકસભામાં પહોંચી રહ્યા છે. જેમાં ભાજપના ૨૪, અપના દળના એક અને બહુજન સમાજવાદી પાર્ટીના આઠ સાંસદો ચામેલ છે. સમાજવાદી પાર્ટીના બે સાંસદો પ્રથમ વખત લોકસભામાં પહોંચી ગયા છે. આ વખતે કુલ ૨૪ મુસ્લિમો પણ સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. જેમાં સૌથી વધારે છ ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાઇ આવ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ સાંસદ ઉત્તરપ્રદેશમાંથી લોકસભામાં પહોંચ્યા ન હતા. જ્યારે આ વખતે પ્રથમ વખત ચાર સાંસદ લોકસભામાં પહોંચી ગયા છે. જ્યારે પેટાચૂંટણીમાં કૈરાના લોકસભા સીટ પર તબસ્મે જીત મેળવીને સંસદમાં ઉત્તરપ્રદેશનુ પ્રતિનિધીત્વ કર્યુ હતુ. જો કે આ વખતે તેમની ચૂંટણીમાં હાર થઇ છે. રામપુરમાં વિવાદાસ્પદ સાંસદ આઝમ ખાન જીતી ગયા છે. તેમની સામે જયા પ્રદા ચૂંટણી મેદાનમાં હતા. લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો ફરી એકવાર બોલાવી દીધો છે. પ્રથમ વખત લોકસભામાં પહોંચેલા સાંસદો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદ લોકો માટે ઉત્સાહથી કામ કરવા માટેની વાત સતત કરી રહ્યા છે. તેમના પર તમામની નજર રહેનાર છે.

Related posts

બદનક્ષી કેસમાં રાહુલ વિરૂદ્ધ આરોપો ઘડાયા

aapnugujarat

चौकीदार चोर है : सर्वोच्च न्यायालय ने राहुल को किया मांफ

aapnugujarat

TN govt scared to get drinking water offered by “Communist govt” of Kerala, as it would upset PM : Kanimozhi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1