Aapnu Gujarat
રાષ્ટ્રીય

પત્નીને પરાણે પતિ સાથે રહેવા મજબૂર ના કરી શકાય : સુપ્રિમ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, મહિલા કોઈની ખાનગી સંપત્તિ નથી. અદાલતે કહ્યું હતું કે, પત્નીને પરાણે પતિ સાથે રહેવા મજબુર કરી ના શકાય. એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી કે, અદાલત તેની પત્નીને આદેશ આપે કે તે ફરીથી તેની સાથે રહેવા આવે. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે આ ટિપ્પણી કરી હતી.
જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેંચે કહ્યું હતું કે, તમને શું લાગે છે? શું મહિલા કોઈની ગુલામ છે કે અમે આદેશ આપી દઈશું? શું પત્ની કોઈની અંગત સંપત્તિ છે કે તેને તમારી સાથે રહેવાનો નિર્દેશ આપી શકાય?
આ સમગ્ર વિવાદના મૂળમાં વૈવાહિક અધિકારની પુનઃસ્થાપના માટેનો હુકમ છે, જે ગોરખપુરની ફેમિલી કોર્ટે ૨૦૧૯ માં આપ્યો હતો. મહિલાએ કહ્યું કે ૨૦૧૩ માં લગ્ન કર્યા બાદ તેના પતિએ દહેજ માટે તેના પર ત્રાસ આપ્યો હતો, મજબૂરીથી તે અલગ રહેવા લાગી હતી. ૨૦૧૫માં, જ્યારે તેણે ભરણ-પોષણ માટે કેસ કર્યો હતો. ગોરખપુર કોર્ટે તેના પતિને મહિને ૨૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પતિએ લગ્નના અધિકારની પુનઃસ્થાપના માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
દામ્પત્ય અધિકારોની બહાલીનો નિર્ણય થતા જ પતિ ફરી અદાલત ગયો. આ વખતે એમની સમસ્યા ભરણ-પોષણની ચુકવણીને લઇ હતી જયારે તેઓ પત્ની સાથે રહે છે તો ભરણ-ચુકવણી કઈ વાતની? અલ્હાબાદ કોર્ટે એમની અરજી ફગાવી દીધી હતી ત્યાર પછી તેઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા.
બચાવમાં મહિલાએ કહ્યું હતું કે, પતિની આ આખી ‘રમત’ એ ભરણ-પોષણ ચૂકવવાનું ટાળવાની છે. તેનો પતિ ત્યારે ફેમિલી કોર્ટમાં ગયો હતો જ્યારે તેને આવુ કરવાનો આદેશ કરવામાં આવ્યો. મંગળવારે સુનાવણી દરમિયાન પતિના વકીલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તેની પત્નીને સમજાવીને પરત તેના પતિ સાથે મોકલવી જોઈએ. ખાસ કરીને ત્યારે જયારે ફેમીલી અદાલતે તેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. વારંવાર માંગણી બાદ કોર્ટે કહેવું પડ્યું હતું કે, શું સ્ત્રી કોઈ ખાનગી મિલકત છે? શું પત્ની ગુલામ છે? તમે અમને ઓર્ડર આપવા માટે કહી રહ્યા છો કે જાણે તેણીને એવી જગ્યાએ મોકલી શકાય જ્યાં તે જવા ઇચ્છતી નથી, જેમ કે કોઈ ગુલમ. ખંડપીઠે લગ્નના અધિકારને પુનઃ સ્થાપિત કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી.

Related posts

બંગાળમાંથી ભાજપનાં સભ્યો ફરાર

aapnugujarat

સંઘ અને ભાજપ વિરૂદ્ધ સાથે મળી લડવાની જરૂર : રાહુલ

aapnugujarat

बिहार में नीतीश के नेतृत्व में बनेगी NDA सरकार : नड्डा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1