Aapnu Gujarat
રાષ્ટ્રીય

કૃષિ નિકાસ અને ખેડૂતોની આવક વધારવા કેન્દ્રની નવતર યોજના

કૃષિ નિકાસ અને ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનોની યાદી તૈયાર કરી છે અને એ ઉત્પાદનોને દેશના ૭૨૮ જિલ્લામાં પ્રમોટ કરવામાં આવશે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય સાથે મળીને ‘એક જિલ્લો એક લક્ષ્ય ઉત્પાદન’ (ઓડીઓએફપી)ની યાદી તૈયાર કરી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
યાદીમાં સામેલ ઉત્પાદનો દેશના ૭૨૮ જિલ્લાના કૃષિ, હૉર્ટિકલ્ચરલ, ઍનિમલ, પોલ્ટ્રી, દૂધ, મત્સ્ય અને ઍક્વકલ્ચર, મરીન ક્ષેત્રમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ ઉત્પાદનોને કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા ઉત્પાદનના મૂલ્યવૃદ્ધિ અને ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશથી પ્રમોટ કરવામાં આવશે.
કડધાન્યને ૪૦ જિલ્લામાં, ઘઉંને પાંચ જિલ્લામાં, કઠોળને ૨૫ જિલ્લામાં, દાળને ૧૬ જિલ્લામાં, કમર્શિયલ પાકને ૨૨ જિલ્લામાં, તેલીબિંયાને ૪૧ જિલ્લામાં, શાકભાજીને ૧૦૭ જિલ્લામાં, મસાલા ૧૦૫ જિલ્લામાં, પ્લાન્ટેશન ૨૮ જિલ્લામાં, ફળો ૨૨૬ જિલ્લામાં, બે જિલ્લામાં ફૂલો, મધ નવ જિલ્લામાં, ડેયરી/ઍનિમલ હસ્બન્ડરી ૪૦ જિલ્લામાં , મત્સ્ય/ઍક્વકલ્ચર/મરીન ૨૯ જિલ્લામાં અને પ્રૉસેસ્ડ ઉત્પાદન ૩૩ જિલ્લામાં પ્રમોટ કરવામાં આવશે.
આ પસંદ કરાયેલા ઉત્પાદનને ફૂડ પ્રૉસેસિંગ મંત્રાલયની પીએમ-એફએમઇ યોજના દ્વારા મદદ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રમોટર અને માઇક્રો ઍન્ટરપ્રાઇઝેસને પ્રોત્સાહન આપવામાં આવે છે.
કૃષિ મંત્રાલય ઓડીઓએફપીને પોતાની કેન્દ્ર સરકારની હાલની નૅશનલ ફૂડ સૅફ્ટિ મિશન જેવી યોજનાઓ દ્વારા ટેકો આપશે.
આ યાદીમાં અરુણાચલ પ્રદેશના ૨૫ જિલ્લા, બિહારના ૩૮ જિલ્લા, છત્તીસગઢના ૨૮ જિલ્લા, ગોવાના બે જિલ્લા, ઝારખંડના ૨૪ જિલ્લા, જમ્મુ-કાશ્મીરના ૨૦ જિલ્લા, કર્ણાટકના ૩૧ જિલ્લા, કેરળના ૧૪ જિલ્લા, મધ્ય પ્રદેશના બાવન જિલ્લા, મહારાષ્ટ્રના ૩૬ જિલ્લા, મણીપુરના ૧૬ જિલ્લા, ઓડિશાના ૩૦ જિલ્લા, પંજાબના ૨૩ જિલ્લા, સિક્કીમના ચાર જિલ્લા, તમિળનાડુના ૩૬ જિલ્લા, ત્રિપુરાના આઠ જિલ્લા, ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લા અને પશ્રિ્‌ચમ બંગાળના ૧૮ જિલ્લાનો સમાવેશ કરાયો છે.

Related posts

વારંવાર મોબાઇલ ચેક કરતા પતિને મહિલા કોન્સ્ટેબલે ગોળી મારી

aapnugujarat

એરસેલ-મેક્સિસ કેસ ચિદમ્બરમની ૧૧ જાન્યુઆરી સુધી અટકાયત થઇ શકશે નહીં

aapnugujarat

Gujarat cadre IAS officer Ravi Kumar Arora appointed as PS

aapnugujarat

Leave a Comment

UA-96247877-1