Aapnu Gujarat
રાષ્ટ્રીય

૪ રાજ્યોએ ઘટાડયો પેટ્રોલ-ડીઝલનો વેટ

મેઘાલય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ધરખમ ઘટાડો કરી દીધો. આમ અત્યાર સુધી ૪ રાજ્ય સરકારોએ ઇંધણના ભાવમાં ઘટાડો કરી દીધો. દેશભરમાં થઇ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાને અંકુશમાં લેવા માટે અત્યાર સુધી ૪ રાજ્યોએ બંને ઇંધણ પરના વેટમાં ઘટાડો કરી નાગરિકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્રની મોદી સરકાર હજુ ઊંઘી રહી છે. અલબત્ત કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકાર પર ટેક્સ ઘટાડવા દબાણ વધ્યું હશે ખરું.
પહેલાં આસામ સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂપિયા ૫નો ઘટાડો જાહેર કર્યો હતો. ભલે એ નિર્ણય ચૂંટણીલક્ષી છે. પરંતુ લોકોને રાહત મળી છે. પછી રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટ ૨-૨ ટકા ઘટાડ્યો હતો. ચૂંટણી માહોલમાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે પણ ગઇ કાલે રવિવારે પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં લીટરે એક રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો.
સૌથી મહત્વનો ઘટાડો મેઘાલય સરકારે કર્યો. તેણે નાગરિકોને મોટી રાહત આપતા પેટ્રોલ પર ટેક્સમાં ૭.૪૦ રૂપિયા તો ડીઝલમાં ૭.૧૦ રૂપિયાનો ઘટાડો કરી કેન્દ્રની બંધ આંખ ઊઘાડવાની કોશીશ કરી છે.
પરંતુ બીજી બાજુ કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનો સસત ઇનકાર રહ્યા છે. તેમના મતે પેટ્રોલ-ડીઝલ પર આકરો ટેક્સ લાદવું સરકારની મજબૂરી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં સ્પષ્ટ કહી દીધું હતું કે આ મામલે કેન્દ્ર સરકાર કંઇ કરી શકશે નહીં. કારણ કે તેલના ભાવો નક્કી કરવાનો અધિકાર ઓઇલ કંપનીઓ પાસે છે.
તો ખુદ વડાપ્રધાને અગાઉની સરકારોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી. તેમણે કહ્યું હતું કે જો પાછલી સરકારોએ ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડી હોત તો આજે ઇંધણ આટલા મોંઘા થયા ન હોત. એટલે કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવાના મૂડમાં જ નથી.
પેટ્રોલ-ડીઝલ પર ભારે વેરો-વેટ લાદી કેન્દ્ર અને રાજ્ય સરકારો મોટી કમાણી કરી રહી છે. ચાલુ નાણાવર્ષમાં કેન્દ્ર સરકારનો બંને ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટીથી ૩.૪૯ કરોડ રુપિયાની કમાણી કરવાનું અનુમાન છે. એટલે કે નાણાવર્ષ ૨૦૨૦-૨૧ના બજેટ અંદાજ ૨.૪૯ ટકા કરતા ૩૯.૩ ટકા વધુ એટલે ૯૭૬૦૦ કરોડ રુપિયાની વધુ આવક થશે. તેવી જ રીતે રાજ્ય સરકારો વેટના નામે તિજોરીઓ ભરી રહી છે.

Related posts

फ्री मेट्रो राइड : सुप्रीम ने दिल्ली सरकार से कहा आप मुफ्त क्यों दे रहे हैं, इससे मेट्रो को घाटा हो सकता है

aapnugujarat

कोरोना काल में 90 फीसदी भारतीय मानते हैं PM मोदी का काम सराहनीय रहा : जावडेकर

editor

ઓગસ્ટમાં કોરોના આતંક મચાવશે

editor

Leave a Comment

UA-96247877-1