Aapnu Gujarat
ગુજરાત

બોડકદેવમાં ભાજપાનો પ્રચંડ પ્રચાર

મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર શરૃ થઇ ચૂક્યો છે.મનપા જીતવા ભાજપ-કોંગ્રેસે એડીચોટીનુ જોર લગાવ્યુ છે. અમદાવાદ શહેરમાં તો રવિવાર જામે રેલી-પ્રચારનો દિવસ બની રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જંગ જીતવા ભાજપ-કોંગ્રેસે આક્રમક પ્રચાર શરૃ કરી દીધો છે. ઉમેદવાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પસાર કરવામાંઆવી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે એકાદ સપ્તાહ માંડ બાકી છે.


બોડકદેવ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા દ્વારા પ્રચંડપ્રચાર રેલી યોજવામાં આવી હતી.આપણું ગુજરાતની ટીમ સાથે વાત કરતા ઉમેદવાર કાન્તીભાઈ પટેલ એ જણાવ્યું કે, પ્રજા કરેલા કાર્યોને લીધે જ મત આપે છે અમારું લક્ષ્ય લોકોની સેવા કરવાનું છે દેવાંગભાઈ દાણી એ જણાવ્યું કે પ્રજાના કાર્ય થયા છે ને એટલે જ લોકોનું સમર્થન મળી રહ્યું છે. પ્રજાની દરેક મુશ્કેલી દુર કરવામાં આવશે.
બોડકદેવના સ્થાનિક રહીશો દ્વારા ફૂલહાર તેમજ ઢોલ-નગારાથી રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
.

Related posts

ગાંધીનગર ખાતે ૧૬થી ૧૯ દરમ્યાન વિશ્વનું વિશાળ સીરામીક્સ પ્રદર્શન

aapnugujarat

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

aapnugujarat

અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1