Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા જિલ્લામાં રવિ પાકનું વાવેતર

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું કુલ વાવેતર ૧૮૮૯૬૭ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે જિલ્લામાં કુલ ઘઉંનું ૭૧૭૫૧ હેકટરમાં કરવામાં આવ્યું છે જ્યારે રાઈ ૧૫૩૩૪, બટાટા ૮૨૬૧ હેકટર કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતા આ વર્ષે રવિ પાકનું ૧૦,૦૦૦ જેટલું વાવેતર વધુ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના આસિસ્ટન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષ ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંના વાવેતર માટે સારું રહેશે. આ વર્ષે ઘઉંના કુલ ૭૧૭૫૧ હેકટરની સામે પ્રતિ હેકટર ૨૯૦૦ કિલોની ઉપજ મળશે. ખેડ ખાતર અને પાણીના કારણે આ વર્ષ ખેડૂતો માટે ખુશી લાવનારું અને કોરોનામાં સારી આવક મેળવનારું બની રહેશે. આ વખતે વધુ ઠંડી તથા માફકસરના વાતાવરણને કારણે પાકની પરિસ્થિતિ એકંદરે સારી છે.

(અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

शीलज सर्कल के निकट बोलेरो कार ने टक्कर मारने पर इको कार पलट गई

aapnugujarat

વાઇબ્રન્ટ ગુજરાતના નામે ચાઈનીઝ કંપનીઓ સાથે સરકારની સીધી સંડોવણી : કોંગ્રેસ

editor

લીંબડી – અમદાવાદ હાઈ-વે પર અકસ્માત : ચારનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1