Aapnu Gujarat
ગુજરાત

રાકેશ ટિકૈત વધારશે ગુજરાતના રૂપાણી સરકારની મુશ્કેલી

દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલન વચ્ચે મહત્વના અહેવા મળી રહ્યા છે. જેમાં દેશની રાજધાની દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈતને બીટીપી પક્ષે ખુલ્લુ સમર્થન આપ્યુ છે. તેમજ બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ ચીમકી પણ ઉચ્ચારી છે. હાલ ગાઝી બોર્ડર પર ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર છે. અને દિવસેને દિવસે આ આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે, જ્યારે બીજી,તરફ ગુજરાતમાંથી બીટીપી પક્ષના સમર્થનથી ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.છોટુ વસાવાએ ટિ્‌વટરમાં આ મામલે ટિ્‌વટ પણ કર્યું છે, અને જણાવ્યું કે જો રાકેશ ટિકૈતને સહેજ પણ વાગશે તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીનો રેલો ગુજરાત પહોંચ્યો છે. નોઁધપાત્ર છે કે ગુજરાતમાં ગમે ત્યારે આંદોલન શરૂ થઈ શકે છે.છોટુ વસાવાએ ટિ્‌વટ કરીને ચેતવણી આપી છે. આ મામલે રૂપાણી સરકારની મુશ્કેલી વધે તેવી પ્રબળ શક્યાતાઓ દેખાઈ રહી છે. આ પહેલા રાજ્યની ચૂંટણીમાં અસુદ્દીન ઔવેસીના પક્ષ સાથે હાથ મિલાવીને ગુજરાતના રાજકારણમાં ઝંપલાવ્યું છે.દિલ્હી બોર્ડર પર ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે ધરણા કરતા ખેડૂતોની વ્હારે હવે ખેડૂત નેતા રાકેશ ટીકૈતના મોટાભાઇ નરેશ ટીકૈત સામે આવ્યા છે. નરેશ ટિકૈતનું કહેવું છે કે, મારા નાનાભાઇના આંસુ વ્યર્થ નહીં જાય. અમે ખેડૂત આંદોલનને સફળ કરીને જંપશું. ગુરૂવારે રાત્રે દિલ્હી પોલીસ અને રેપીડ એક્શન ફોર્સે દિલ્હીના તમામ સીમાડા ઘેરી લીધા અને ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટે ખેડૂતોને સડકો ખાલી કરવાનો આદેશ આપ્યો ત્યારે આવેશમાં આવી ગયેલા રાકેશ ટીકૈત રડી પડ્યા હતા અને કહ્યું હતું કે ભલે પોલીસ મારા પર ગોળી ચલાવે, અમે અહીંથી ખસવાના નથી. અમારું આંદોલન ચાલુ છે અને રહેશે.ત્યારબાદ મોડી રાત્રે ફરી ખેડૂતો દિલ્હીના સીમાડે ભેગાં થઇ રહ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા. રાકેશ ટીકૈતના મોટાભાઇ નરેશ ટીકૈતે એવો હુંકાર કર્યો હતો કે મારા નાનાભાઇના આંસુ નકામાં નહીં જાય. અમે ખેડૂત આંદોલનને સફળ કરીને જ જંપશું. નરેશે મોડી રાત્રે ટ્‌વીટર પર લખ્યું હતું કે હરિયાણાના ગામે ગામથી ખેડૂતો ફરી દિલ્હી તરફ રવાના થઇ રહ્યા છે. હવે તો ત્રણે કૃષિ કાયદા રદ કરાવીને જ ઘરે પાછા ફરીશું. મારી દરેક ખેડૂતને હાકલ છે કે દિલ્હી ભણી કૂચ કરો.

Related posts

લીબંડી ડિવિઝન કચેરી ખાતે સૌકા વાસીઓ દ્વારા વીજ સમસ્યા અંગે રજૂઆત કરાઈ

editor

અમદાવાદમાં શહેર વચ્ચે જંગલ વિકસ્યું

editor

કરોડોના કથિત ભ્રષ્ટાચારનો રિપોર્ટ પ્રસિધ્ધ કરવા સરકારનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1