Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બોર્ડર પર સમાધાન ન થાય તો ભારત-ચીન વચ્ચે યુદ્ધ શક્ય : થિંક ટેન્ક

ભારત – ચીન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે એક થિંક ટેન્ક દ્વારા સોમવારે કહેવામાં આવ્યું છે કે ચીન યુદ્ધની કિંમતે પણ પોતાની પ્રભુતા બનાવી રાખવાના પ્રયાસ કરશે. થિંક ટેન્કે વધુમાં કહ્યું કે જો બોર્ડરનો મુદ્દો યોગ્ય રીતે નહીં ઉકેલાય તો ભારત-ચીન વચ્ચે જંગ પણ થઈ શકે છે. લગભગ છેલ્લાં એક મહિનાથી સિક્કિમ સાથેની બોર્ડર પર બંને દેશનોના સૈનિકો વચ્ચે ટકરાવ છે. આ સૈનિકો નોન કોમ્બેટિવ મોડમાં રહેશે. ચીન સિક્કિમના ડોગલાંગમાં રસ્તો બનાવી રહ્યું છે. જેનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ચટીનના એક થિંક ટેન્કે કહ્યું છે કે બંને દેશો વચ્ચે ત્રણ સપ્તાહથી બોર્ડર મુદ્દાને લઈને તણાવ વધી રહ્યો છે. આ બંને દેશોની વચ્ચે અત્યારસુધીનો સૌથી લાંબો તણાવયુક્ત સમય છે. ત્યારે જો આ મુદ્દે યોગ્ય રીતે સમાધાન શક્ય નહીં બને તો બંને દેશ વચ્ચે જંગ પણ થઈ શકે છે.૩,૪૪૮ કિમી લાંબી ચીન-ભારત બોર્ડર જમ્મુ કાશ્મીરથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી છે. સિક્કિમમાં આ ૨૨૦ કિમી લાંબી સરહદ છે.ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવેલાં આર્ટિકલ મુજબ “ ચીન દરેક કિંમત પર પોતાની સોવેરીનટીને બરકરાર રાખવા માટેના પ્રયાસ કરશે. તે પછી તેને ભારતની સાથે યુદ્ધ જ કેમ લડવું ન પડે.”શાંઘાઈ મ્યુન્સિપલ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર વાંગ દેહુઆના જણાવ્યાં મુજબ, “ ચીનની સ્થિતિ પણ હવે ૧૯૬૨ જેવી નથી રહી. ૧૯૬૨ બાદથી ભારત, ચીનને પોતાનું સૌથી મોટો હરીફ માને છે પરંતુ બંને દેશમાં ઘણી જ સમાનતાઓ છે. મોટી વસ્તી ધરાવતાં બંને દેશો વિકાસશીલ દેશ છે.”સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, “ જો, તેઓ આપણને ૧૯૬૨નું યુદ્ધ યાદ અપાવવાના પ્રયાસો કરે છે તો આપણે તેને જણાવવું જોઈએ કે ૧૯૬૨ અને ૨૦૧૭ની સ્થિતિઓમાં હવે ઘણું જ અંતર જોવા મળી રહ્યું છે.”

Related posts

બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની વસતિ ગણતરી અલગથી થશે

editor

ઉ. કોરિયામાં સ્કિની જીન્સ અને વેસ્ટર્ન હેર સ્ટાઇલ પર પ્રતિબંધ

editor

क्वेटा की मस्जिद में ब्लास्ट, 4 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1