Aapnu Gujarat
બિઝનેસ

એફએમસીજી કંપનીઓએ પ્રોડક્ટ્‌સના ભાવ ઘટાડ્યા

જીએસટીના અમલ પછી અમુક એફએમસીજી કંપનીઓએ ગ્રાહકોને ટેક્સમાં ઘટાડાનો લાભ આપવાનું શરૂ કરી દીધું છે. એચયુએલ અને કોલગેટ સહિતની કંપનીઓએ વર્તમાન સ્ટોક પર ડિસ્કાઉન્ટ આપી ભાવ ઘટાડ્યા છે અથવા કેટલીક પ્રોડક્ટ્‌સની ક્વોન્ટિટીમાં વધારો કર્યો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કંપનીઓને ટેક્સના દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાનું જણાવ્યા પછી એફએમસીજી પ્રોડક્ટ્‌સના ભાવ ઘટવાની શરૂઆત થઈ છે. કંપનીઓ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને એનાલિસ્ટ્‌સના જણાવ્યા અનુસાર જીએસટીના અમલ પછી રિટેલ ભાવ કે એમઆરપીમાં ઘટાડાની અસર પ્રોડક્ટ્‌સના પેકેટ પર આવતાં ૩-૪ સપ્તાહનો સમય લાગશે. પેપ્સી, નેસ્લે, ડાબર, મેરિકો, ગોદરેજ કન્ઝ્યુ. પ્રોડક્ટ્‌સ, પારલે અને બિસલેરી ગ્રાહકોને ટેક્સમાં ઘટાડાનો લાભ આપવા સક્રિય છે, પણ એ લાભ પહેલી જુલાઈ પછી ઉત્પાદિત ગૂડ્‌ઝ પર આપવામાં આવશે.જેને ગ્રાહકો સુધી પહોંચતાં હજુ થોડો સમય લાગશે. ગોદરેજ કન્ઝ્યુ. પ્રોડક્ટ્‌સના એમડી વિવેક ગંભીરે જણાવ્યું હતું કે, સોપ્સ સેગમેન્ટમાં જીએસટીના દર ઘટ્યા છે. અમે પણ પહેલી જુલાઈ પછી ભાવ ઘટાડવા અથવા ક્વોન્ટિટીમાં વધારો કરી ગ્રાહકોને લાભ આપવાની યોજના ધરાવીએ છીએ. નવો સ્ટોક ક્યારે બજારમાં આવશે તેનો અમને ચોક્કસ અંદાજ નથી.
નેસ્લે આગામી સમયમાં મેગી કેચપ, સેરેલેક અને પસંદગીની ડેરી પ્રોડક્ટ્‌સના ભાવમાં ઘટાડો કરશે. નેસ્લેના એમડી સુરેશ નારાયણે જણાવ્યું હતું કે, જે કેટેગરીમાં ટેક્સ ઘટ્યો હશે તેમાં પહેલી જુલાઈ પછી ઉત્પાદિત સ્ટોકનો ભાવ ઘટાડવામાં આવશે.નવા ભાવનો સ્ટોક બજારમાં ઉપલબ્ધ બનતાં થોડો સમય લાગશે.જીએસટીના અમલ અગાઉ ઘણી કંપનીઓ અને રિટેલર્સે સપ્લાય અટકાવી દીધો હતો અથવા જૂનના છેલ્લા કેટલાક દિવસમાં મર્યાદિત સ્ટોકનું જ બિલિંગ કર્યું હતું. જોકે, હજુ ડીલર્સે સરેરાશ ૧૫-૨૧ દિવસની ઇન્વેન્ટરીનો નિકાલ કરવાનો બાકી છે. મેરિકોના એમડી સૌગાતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે સંબંધિત કેટેગરીમાં ગ્રાહકોને ઘટેલા ટેક્સનો લાભ આપીશું. ભાવઘટાડા સાથેનો નવો સ્ટોક ઓગસ્ટમાં ઉપલબ્ધ બનશે.

Related posts

સોનાની આયાતનું બિલ પાંચ વર્ષની ઉંચી સપાટી ઉપર જશે

aapnugujarat

कर्ज चुकाने के लिए रुचि सोया में 3,438 करोड़ रुपए डालेगी पतंजलि आयुर्वेद

aapnugujarat

विदेशी मुद्रा भंडार 13 महीने अधिक के उच्चतम स्तर पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1