Aapnu Gujarat
ગુજરાત

ગેમ રમવાની ના પાડતા ૧૩ વર્ષના સગીરે આપઘાત કરી લીધો

રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાત અને આપઘાતના પ્રયાસ ના બે બનાવો સામે આવ્યા છે. એક બનાવમાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા ૧૩ વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે કે બીજા બનાવમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન માતા એ ઘરની બહાર નીકળવાની ના પાડતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે ઘટનામાં ૧૩ વર્ષીય સગીરને તેના માતા-પિતા દ્વારા મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા સગીરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો ધોરાજી ના સ્વાતિ ચોક વિસ્તારમાં ૧૩ વર્ષીય યોગી નામના સગીરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાના સમાચાર ધોરાજી સિટી પોલીસને મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ધોરાજી સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ત્યારે ઘટનાસ્થળ પર પહોંચી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી સગીરની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે મોકલવામાં આવી છે. તો સાથો સાથ સમગ્ર બનાવ અંગે મૃતક સગીરના પરિવારજનો ના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પરિવારના વ્હાલ સોયા દીકરાને ગુમાવવાથી મૃતકના પરિવારજનો માં પણ ગમગીની છવાઇ ગઇ છે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ઓફલાઈન શિક્ષણ ની જગ્યાએ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ટેબ્લેટ મારફતે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે પણ વિદ્યાર્થીઓને મોબાઇલની તે વધુ માત્રામાં પડી છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે જેમાં નાના બાળકોથી લઇ મોટેરા સુધી લોકો મોબાઈલમાં ગેમ રમવાના આદી બની ચૂક્યા હોય અને જેના કારણે આત્મહત્યા પણ કરી હોવાના બનાવો સામે આવ્યા છે.

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

બિલ્ડર વોરાની હત્યા માટે ૭૦ લાખની સોપારી લીધી : સોહરાબ કેસના સાક્ષી આઝમ ખાનનો ખુલાસો

aapnugujarat

કડીમાં બે યુવતીઓ ઉપર દુષ્કર્મની આશંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1