પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીની મુશ્કેલી વધી છે. શુક્રવારે પાર્ટીના વધુ એક ધારાસભ્ય શીલભદ્ર દતાએ પાર્ટી છોડી દીધી છે. શુભેંદુ અધિકારી અને જીતેન્દ્ર તિવારી પછી દતા પાર્ટી છોડનાર ત્રીજા ધારાસભ્ય છે.પાર્ટીના જોવા મળતી હલચલ વચ્ચે શુક્વારે જ મમતા બેનર્જીએ બેઠક બોલાવી છે.
મમતા દર શુક્રવારે નેતાઓ સાથે બેઠક કરે છે. જે આ વખતે પાર્ટીમાં ચાલી રહેલી હલચલ વચ્ચે મળશે.ગૃહમંત્રી અમિત શાહ ૧૯ અને ૨૦ ડિસેમ્બર બંગાળમાં રહેશે. ત્યાં તેઓ એક રેલી કરશે.
એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ મંદિરમાં દર્શન પણ કરશે અને રોડ શો પણ કરશે. એવું મનાઇ રહ્યું છે કે, અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન કેટલાક નેતા ભાજપમાં જોડાઇ શકે છે.બીજી તરફ કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સેક્રેટરી અને પોલીસ ચીફને બીજી વખત સમન્સ પાઠવ્યું છે. તેમને સાંજ સુધી દિલ્હીમાં રજૂ થવાનો આદેશ છે. તેના માટે કેન્દ્રીય ગૃહ સેક્રટરીએ ગુરુવારે સાંજે બંગાળ સરકારને લખ્યું હતું. જવાબમાં રાજ્ય સરકારે કોરોનાના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ કરવાનું સુચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા પછી કેન્દ્રએ ગત સપ્તાહે બંને અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે અધિકારીઓને મોકલવાથી ઈન્કાર કર્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ