Aapnu Gujarat
શિક્ષણ

મહેસાણા જીલ્લાની ઝહીર ઉચ્ચતર માધ્યમિક શાળા કેસીમ્પાનું ગૌરવ

કેસીમ્પા તાલુકો વડનગર બાલાપીર એજ્યુકેશન ટ્રસ્ટ કેસીમ્પા સંચાલિત ઝહીર ઉચ્ચતર માધ્યમિક શાળા કેસીમ્પાનું ધોરણ ૧૦માં અભ્યાસ કરતા મુખી રિઝવાનહુસૈન અહેમદભાઈ અને મોમીન ઝૈનબફાતેમા સખાવતઅલી એ ગુજરાતના કોરોના વૉરિયર્સ વિષય પર લોકડાઉનના કારણે ગુજરાત સરકાર દ્વારા નિબંધ, ચિત્ર અને કાવ્ય સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લામાં ઝહીર ઉચ્ચતર માધ્યમિક શાળાના મુખી રિઝવાનહુસેન અહેમદભાઈએ કોરોના વૉરિયર્સ નિબંધ સ્પધામાં પ્રથમ કમ પ્રાપ્ત કયો હતો જેથી રિઝવાનહુસૈનને ગુજરાત સરકાર દ્વારા રોકડા ૧૫૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે જ્યારે મોમીન ઝૈનબફાતેમા સખાવતઅલી એ ચિત્ર સ્પધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે જેથી ઝૈનબફાતેમાને રોકડા ૫૦૦૦નું ઈનામ આપવામાં આવ્યું છે. આમ રિઝવાનહુસૈન અને ઝૈનબફાતેમાએ ચિત્ર સ્પધામાં મેળવેલ ઇનામ બદલ શાળાનું નામ અને ગૌરવ વધાર્યું છે. આમ કોરોના વોરીયસૅ વિષય પર નિબંધ સ્પર્ધામાં પ્રથમ અને ચિત્ર સ્પર્ધામાં તૃતીય પ્રાપ્ત કરી બંને વિદ્યાર્થીઓને શાળાનું નામ વધારવા બદલ બાલાપીર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય આઇ.એસ શેરશીયા તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

પટણાના વિદ્યાર્થીઓને પાટણ પહોંચીને પરીક્ષા આપવા ફરજ : ‘નીટ’ની પરીક્ષામાં તંત્રનો બહુ મોટો છબરડો

aapnugujarat

अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी में बढ़ा तनाव, १४ छात्रों पर राजद्रोह का केस

aapnugujarat

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૮૮.૧૧ ટકા પરિણામ રહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1