Aapnu Gujarat
શિક્ષણ

પટણાના વિદ્યાર્થીઓને પાટણ પહોંચીને પરીક્ષા આપવા ફરજ : ‘નીટ’ની પરીક્ષામાં તંત્રનો બહુ મોટો છબરડો

દેશભરમાં મેેડિકલ અને ડેન્ટલ માટે નીટની પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ આ પરીક્ષા દરમિયાન એક મોટો છબરડો સામે આવ્યો હતો. બિહારના પટણાના પરીક્ષાર્થીઓએ છેક બિહારથી પાટણ ખાતેના કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે લાંબા થવા મજબૂર બનવુ પડયું હતું. સીબીએસઇના આ છબરડાને લઇ જબરદસ્ત ઉહાપોહ મચી જવા પામ્યો હતો. પાટણ અને પટણાના સ્પેલિંગની એક સામાન્ય ભૂલના કારણે આશરે ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓને પટણાને બદલે પાટણ સેન્ટરમાં પરીક્ષા આપવા આવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓની સાથે બીજા રાજયમાં છેક પરીક્ષા આપવા આવવાની પરિસ્થિતિ સર્જાતાં તેમના વાલીઓ અને મિત્રવર્તુળ પણ ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ તંત્રના આટલા ગંભીર છબરડા બદલ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ તો આ હાલાકીને પગલે રીતસરના રડી પડયા હતા. આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નીટની ખૂબ મહત્વની પરીક્ષા યોજાઇ હતી. પરંતુ પાટણ સેન્ટર ગુજરાત સહિત દેશભરના સમાચાર માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. કારણ કે, સ્પેલિંગની એક નાની અમથી ભૂલ અને તંત્રના છબરડાના કારણે પટણાના વિદ્યાર્થીઓને ગુજરાતમાં પાટણના સેન્ટર પર પરીક્ષા આપવા આવવાની ફરજ પડી હતી. પાટણ આવી પહોંચેલા પટણાના પરીક્ષાર્થીઓની હાલત ભારે કફોડી બની રહી હતી, તેમની સાથે આવેલા તેમના વાલીઓ અને અન્ય મિત્રવર્તુળની લાચારી અને દયનીયતા સ્પષ્ટ નજરે પડતી હતી. પટણાથી પાટણ સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવા લાવવા માટે કોણ જવાબદાર છે તે મુદ્દે તંત્ર દ્વારા પણ કોઇ ખુલાસો કરાયો નથી. પરંતુ બિહારથી ગુજરાતના પાટણ દોડી આવેલા પરીક્ષાર્થીઓની સ્થિતિથી જંગથી કમ ન હતી. પાટણ પરીક્ષા આપવા આવી પહોંચેલા પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, ફોર્મ ભરતી વખતે તેમણે ફોર્મમાં પટણા જ ભર્યુ હતું. આમ છતાં પાટણ કેવી રીતે આવ્યું તે અમને સમજમાં નથી આવતું. માની લઇએ કે, કોઇ બે-ચાર વિદ્યાર્થીઓએ સ્પેલિંગ મીસ્ટેક કરી હોય અને પટણાના બદલે અંગ્રેજીમાં ભૂલથી પાટણ લખાઇ ગયુ હોય પણ આટલા બધા વિદ્યાર્થીઓની પાટણ લખવાની ભૂલ શકય નથી ને..આટલા લાંબા અંતરની મુસાફરી કરીને નીટની પરીક્ષા આપવાનું અમને બહુ ભારે પડી ગયું. લાંબી મુસાફરી બાદ તેઓ પાટણના આદર્શ હાઈસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં મીડિયા ત્યાં દોડી ગયું હતું. પરંતુ આ મામલે મીડિયાને સ્કૂલના સત્તાધીશોએ હડધૂત કર્યા હતા અને તેમને કવરેજ કરતાં અટકાવ્યા હતા. આમ, આ સમગ્ર મામલામાં તંત્રની ભૂલના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે આ કિસ્સો તમામ વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન છે. જેમાં વિદ્યાર્થીઓએ માટે કોઈપણ ફોર્મ ભરતા સાવચેતી અને સાવધાની રાખવી પડશે કે જેથી આવી કોઇ ભૂલનો ભોગ બનવું પડે. સામાન્ય રીતે સ્પેલિંગ મિસ્ટેક ઘણીવાર લોકો કરતાં હોય છે. પરંતુ છેવટે પીનકોડથી આ મામલો પોસ્ટ વિભાગ સોલ્વ કરી દેતું હોય છે. ત્યારે તંત્રએ આવડી મોટી ભૂલ કેવી રીતે કરી હશે એ સમજથી બહાર હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.

Related posts

વિદેશ ભણવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

aapnugujarat

ચાલો થેલેસીમીયા નાબૂદ કરી એ એસ. વી. આઇ. ટી. ખાતે થેલેસીમીયા અવેરનેસ પ્રોગ્રામ

aapnugujarat

મ્યુનિ સંપત્તિ ઉપર જાહેરાત લગાવી દેનાર ક્લાસીસ સીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1