Aapnu Gujarat
ગુજરાત

બિટકોઇન : નલિન કોટડિયાની ધરપકડ થાય તેવી પુરી શક્યતા

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. કિરીટ પાલડિયાની પૂછપરછમાં કોટડિયા વિરૂદ્ધ ચોંકાવનારા ખુલાસા બાદ સીઆઇડી ક્રાઇમે ગઇકાલે નલિન કોટડિયાને સમન્સ જારી કરી બપોરે ત્રણ વાગ્યે કચેરી ખાતે બોલાવ્યા હતા પરંતુ કોટડિયા હાજર રહ્યા ન હતા. કોટડિયા ગાયબ થઇ ગયા છે, તેમનો કોઇ અત્તોપત્તો નથી અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેથી સીઆઇડી ક્રાઇમ હજુ કોટડિયાને આવતીકાલે સોમવારે છેલ્લા સમન્સ મારફતે બોલાવવામાં આવ્યા છે. જો આવતીકાલે પણ કોટડિયા તપાસનીશ એજન્સી સમક્ષ હાજર નહી થાય તો તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વોરંટની બજવણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીઆઇડી ક્રાઇમે આગળની કાર્યવાહી માટેની તમામ તૈયારીઓ કરી રાખી છે, બીજીબાજુ, કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાથી રાજકીય ચર્ચા પણ ઘેરી બની છે. બિટકોઇન કૌભાંડમાં થોડા દિવસ પહેલાં જ સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પોતાની નિર્દોષતા અને ફરિયાદી શૈલેષ ભટ્ટને ખુલ્લો પાડવાની મોટી વાતો કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હવે કિરીટ પાલડિયાની ધરપકડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે કારણ કે, હવે સીઆઇડી ક્રાઇમનો ગાળિયો તેમની પર કસાઇ ચૂકયો છે. બીજીબાજુ, તેમની પત્ની જણાવ્યું હતુ કે, તેમના પતિ કોટડિયા ગઈકાલ સવારથી જ ક્યાંક ચાલ્યા ગયા છે, અને હજુ સુધી પરત નથી આવ્યા. નોંધનીય વાત તો એ છે કે, કોટડિયા પોતાનો મોબાઈલ ફોન પણ ઘરે જ મૂકીને ક્યાંક જતા રહ્યા છે. પાલડિયાની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે કેસની વધુ તપાસના ભાગરૂપે સીઆઇડી ક્રાઇમે નલિન કોટડિયાને ગઇકાલે સમન્સ જારી કરી બોલાવ્યા હતા. કોટડિયાને બપોરે ત્રણ વાગ્યે હાજર થવાનું હતુ પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. જેથી સીઆઇડી ક્રાઇમે હવે વધુ એક તકના ભાગરૂપે કોટડિયાને આવતીકાલે સોમવારે હાજર થવા સમન્સ જારી કરવાની તજવીજ હાથ ધરી બોલાવ્યા છે. જો કોટડિયા આવતીકાલે પણ હાજર નહી થાય તો, સીઆઇડી ક્રાઇમ તરફથી નલિન કોટડિયા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આ કેસમાં તેમની વિરૂધ્ધ વોરંટ જારી કરી બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આગળની કાર્યવાહી માટેની લગભગ તમામ તૈયારીઓ કરી રાખી છે. સીઆઇડી ક્રાઇમની તપાસ જોતાં હવે નલિન કોટડિયા પર પણ ગાળિયો કસાઇ ચૂકયો છે, તેથી તેમની ધરપકડ પણ આ કેસમાં નિશ્ચિત મનાઇ રહી છે.

Related posts

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat

વિસનગર ખાતે સમથૅ ડાયમંડ હીરાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી

editor

વિભાવરીબેન દવે હસ્તે કોરોના માટે સમર્પિત વાહનોનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1