Aapnu Gujarat
ગુજરાત

સીઆર પાટીલનું ‘મિશન ૧૮૨’ : સીએમ રૂપાણી – તેમના પત્ની બન્યા પેજ પ્રમુખ

ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વર્ષ ૨૦૨૨માં મિશન ૧૮૨ લઈને આક્રમક જોવા મળી રહ્યા છે. અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ધડમૂળથી ફેરફાર કરી રહ્યા છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પેજ પ્રમુખની રણનીતિ આક્રમક રીતે લાગુ કરી રહ્યા છે. અને આ કડીમાં હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવે પેજ પ્રમુખ બની ગયા છે. એટલું જ નહીં, પણ રૂપાણીની પત્ની અંજલિ રૂપાણીને પણ પેજ પ્રમુખ બનાવાયા છે. સીએમ વિજય રૂપાણી અને તેમના પત્નીને રાજકોટમાં બૂથ નંબર ૨ અને વોર્ડ નંબર ૧૦માં પેજ પ્રમુખ બન્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
તેઓએ ટ્‌વીટ કરતાં લખ્યું કે, ગુજરાત રાજ્યનાં માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી જ્રદૃૈદ્ઘટ્ઠઅિેટ્ઠહૈહ્વદ્ઘજીએ પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું કાર્ય પૂર્ણ કરી આપણને સૌને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદારયાદીના એક-એક પેજના પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે.
આ એક પેજમાં ૩૦ મતદારનાં નામ હોય છે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના ૩૦ મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ ૩૦ મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે, જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે. એટલું જ નહીં ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.

Related posts

સુરત ક્રાઇમબ્રાન્ચે નકલી દસ્તાવેજોના આધારે છેતરપીંડી કરનારને ઝડપી પાડ્યો

aapnugujarat

અમ્યુકો દ્વારા પ્રથમવાર રોડ ડિઝાઇન સેલની રચના થશે

aapnugujarat

૧૮૨ ગાડીમાં હાર્દિક પટેલ સોમનાથ દર્શન માટે રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1