Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોને સમર્થન આપતાં પંચમહાલમાં કોંગ્રેસી અગ્રણીઓની અટકાયત

પંચમહાલ જીલ્લાના ગોધરા સહિત,તાલુકા મથકો ખાતે ભારત બંધની અસર નહીંવત જોવા મળી હતી.ગોધરા ખાતે કોંગ્રેસ જીલ્લા પ્રમુખ સહિત ૧૦ જેટલા હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી. કાલોલ નગરમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ભારત બંધને લઇને વિરોધ પ્રદર્શન નોંધાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઈ હતી જેમાં વિરોધ કરતા કાર્યકરોને ટીંગાટોળી કરીને જીપમાં બેસાડ્યા હતાં. શહેરામાં પણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. બજારોમાં પણ રાબેતામુજબનું જીવન રહ્યું હતું. ગોધરા સહિત જીલ્લાભરમાં કૃષિ બિલનાં કાયદાનાં વિરોધમાં ભારત બંધના એલાનની નહીંવત અસર જોવા મળી હતી. પોલીસ દ્વારા જીલ્લાભરમાંથી વિરોધ કરનાર કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોને ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. જિલ્લાના બજારોમાં રાબેતા મુજબ જ ખુલ્લાં રહ્યાં હતાં. પોલીસ દ્વારા બંધને સર્મથન આપનારા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, પ્રદેશ મંત્રી દક્ષેષ પટેલ, રફીક તિજોરીવાલા, શહેર પ્રમુખ સિદ્દીક ડેની સહિતના કાર્યકરોને ડિટેઈન કરી પોલીસ મથક લઈ જવામાં આવ્યાં હતાં. કાલોલમાં પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોને જીવમાં બેસાડ્યા હતાં. કાલોલ ખાતે આવેલા સરદાર ભવનની બહાર કોંગી અગ્રણીઓ ભારત બંધને સર્મથન કરીને વિરોધ કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી. કાલોલ તાલુકા પ્રમુખ નરવતસિંહ, મહામંત્રી પ્રદિપસિંહ, જીલ્લા મંત્રી ભુપેન્દ્રસિંહ, શહેર કોંગ્રેસ મહામંત્રી બકીભાઈ સહિત આગેવાનોનો સમાવેશ થાય છે. શહેરામાં તાલુકા પ્રમુખ સહિત અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી. શહેરામાં બંધની નહીંવત અસર જોવા મળી હતી અને જનજીવન રાબેતા મુજબ જ જોવા મળ્યું હતું. શહેરા તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવે તે પહેલા પોલીસ દ્વારા શહેરા તાલુકા કોંગ્રેસના આગેવાન દુષ્યંતસિંહ ચૌહાણ, શહેરા તાલુકા પ્રમુખ આરતસિંહ પટેલ, પી.કે.ચૌહાણ, સાજીદ વલીની અટકાયત કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ : -વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

પાંચ દિવસના મીની વેકેશનને પગલે પ્રવાસન સ્થળે ગુજરાતીઓનો ધસારો

aapnugujarat

ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધાની હત્યા કરનાર હત્યારો અને તેનો સાગરિત ઝડપાયા

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ – રવિ ૫૦ હજારથી વધુ લોકો આવ્યા

editor

Leave a Comment

UA-96247877-1