Aapnu Gujarat
રમતગમત

એલિટ અમ્પાયરોમાં સામેલ થયા ભારતીય અમ્પાયર સુંદરમ રવિ

સુંદરમ રવિ આઇસીસી એલિટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય અમ્પાયર છે. જેમાં વિશ્વ ક્રિકેટ સંસ્થાએ ૨૦૧૭-૧૮ ના સત્ર માટે પોતાની લાઇન અપમાં કોઇ બદલાવ નથી કર્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વાર્ષિક સમીક્ષા અને પસંદગી પ્રતિક્રિયા બાદ એલિટ પેનલ મેચ રેફરીઓના એ ગ્રુપને યથાવત રાખ્યું છે.
આ નિર્ણય આઇસીસી અમ્પાયર પસંદગી પેનલ દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં ચેરમેન અને આઇસીસી ક્રિકેટના મહાપ્રબંધક જ્યોફ એલાડિસ. આઇસીસી મુખ્ય મેચ રેફરી રંજન મદુગલે, ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી, કોચ. અમ્પાયર અને હવે કોમેન્ટર ડેવિડ લોયડ તથા ભારતના પૂર્વ કપ્તાન અને આંતરરાષ્ટ્રીય અમ્પાયર શ્રીનિવાસ વેંકટરાઘવન સામેલ હતા.
રવિ ઉપરાંત એલિટ પેનલમાં સામેલ અન્ય અમ્પાયરોમાં અલીમ ડાર, કુમાર ધર્મસેના, મરાઇસ ઇરાસમસ, ક્રિસ ગાફાને, ઇયાન ગોલ્ડ, રિચર્ડ ઇલિંગવર્થ, રિચર્ડ કેટલબોરો, નાઇજેલ લોગ, બ્રૂસ ઓક્સેનફોર્ડ, પોલ રાફેલ અને રોડ ટકર છે.
સાત મેચ રેફરી ડેવિન બૂન, ક્રિસ બ્રોડ, જેફ ક્રો, રંજન મદુગલે, એન્ડી પાઇક્રોફ્ટ,જવગલ શ્રીનાથ અને રિચી રિચર્ડસન આગમી સત્રમાં રેફરની ભૂમિકા નિભાવશે.

Related posts

मैं रियल मेड्रिड में रिटायर होना चाहता हूं : रामोस

aapnugujarat

दक्षिण अफ्रीका ने स्थगित की मांजी सुपर लीग

editor

सर्वाधिक कमाई वाले खिलाडी की सुची में कोहली शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1