Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રણવ મુખરજી વિશેના પુસ્તક વિમોચન પ્રસંગે પીએમ મોદી ભાવુક થઈ ગયા; કહ્યું, ‘પ્રણવદા મારા પ્રેરણાસ્રોત’

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આવતી ૨૫ જુલાઈએ એમના પદ પરથી નિવૃત્ત થશે. એ પૂર્વે આજે, એમના વિશેના અંગ્રેજી પુસ્તક ‘પ્રેસિડેન્ટ પ્રણબ મુખરજી – અ સ્ટેટ્‌સમેન’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ સમારંભમાં વિમોચન કર્યું હતું.મોદીએ આ પ્રસંગે પ્રણવ મુખરજીની પ્રશંસા કરતા કહ્યું કે, ‘પ્રણવદા મારા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે. એમણે હંમેશાં પિતાની જેમ મારું માર્ગદર્શન કર્યું છે અને હંમેશાં મારી કાળજી લીધી છે. તેઓ કાયમ મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય છે.  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મને વ્યસ્ત રહેતો જોઈને મને કહેતા કે આટલી બધી દોડધામ શું કામ કરો છો. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા રહો. આમ કહેવું એ રાષ્ટ્રપતિની ફરજ હોતી નથી, પણ પ્રણવદા મને એવું કહેતા હતા. ‘મોદીએ વધુમાં કહ્યું કે, મને પ્રણવદાની આંગળી પકડીને દિલ્હીની જિંદગીમાં આગળ વધવાનો અવસર પ્રાપ્ત થયો છે. એમણે મને પિતાની જેમ ગાઈડ કર્યો છે. આ વાત હું મારા અંતરમનથી કહી રહ્યો છું. એ મને કહેતા હતા, જુઓ મોદીજી, અડધો દિવસ તો આરામ કરવો જ પડશે. અમુક કાર્યક્રમ ઓછા કરી નાખો. તમે તમારી તબિયત સંભાળો. જીત અને હાર તો ચાલ્યા કરે. પણ શરીરનું પણ ધ્યાન રાખશો કે નહીં.

Related posts

लोकसभा चुनाव में मिली हार की जिम्मेदारी लेते हुए गोहिल ने बिहार कांग्रेस प्रभारी पद से दिया इस्तीफा

aapnugujarat

ગૌરક્ષા મુદ્દે કાનૂન બનાવવા સરકારને સુપ્રીમનો આદેશ

aapnugujarat

વારાણસી હિંદુ યુનિ.ની વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઇ નવા હુકમ જારી થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1