Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વારાણસી હિંદુ યુનિ.ની વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઇ નવા હુકમ જારી થયા

વારાણસી હિન્દુ યુનિવર્સીટી કેમ્પસમાં વિદ્યાર્થીની સાથે છેડતી બાદ મચી ગયેલા ખળભળાટને જિલ્લા વહીવટીતંત્ર ખુબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે. ડીએમ યોગેશ્વરરામ મિશ્રાએ બીએચયુ વહીવટીતંત્રને પત્ર લખીને સુરક્ષા વ્યવસ્થા કરવાના નિર્દેશ જારી કરી દીધા છે. આની સાથે જ સુરક્ષા કર્મીઓની વર્દી અને લશ્કરી વર્દી પહેરવાને લઇને પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી ૪૮ કલાકનો સમય આપવામાં આવ્યો છે. સુરક્ષા કર્મીઓની ખાખી વર્દી તથા સેનાની વર્દી પહેરવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ ઉપર લાઠીચાર્જને લઇને બીએમે બીએચયુના રજિસ્ટ્રારને પત્ર મોકલ્યો હતો. પત્રમાં પાંચ પાસા ઉપર તરત કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ડીએમના નિર્દેશ મુજબ બીએચયુના મહિલા હોસ્ટેલ અને વિદ્યાર્થાનીની સમસ્યાના નિરાકરણ માટે વિશાખાપ્રકરણ અને સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલી કાયદાકીય વ્યવસ્થા મુજબ એક સમિતિ બનાવવામાં આવી છે. સમિતિમાં વિદ્યાર્થીનીઓનું પણ પ્રતિનિધિત્વ રહેશે. આ સમિતિ સમયબદ્ધ રીતે વીસીને પોતાની રજૂઆત સોંપશે. યુનિવર્સિટી વહીવટીતંત્રને આના આધાર પર કાર્યવાહી કરવાની રહેશે. ડીએમે યુનિવર્સિટી સંકુલમાં તમામ પ્રવેશ અને બહાર નિકળવાના રસ્તા પર તથા તમામ હોસ્ટેલે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓના હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા તરત લગાવવા માટે કહ્યું છે. મહિલા હોસ્ટેલો અને મહિલા યુનિવર્સિટી માટે સમર્પિત મહિલા સુરક્ષિત કર્મીઓની ટીમ બનાવવા, બહારની વ્યક્તિ ઉપર પ્રતિબંધ મુકવા અને અન્ય આદેશો પણ જારી કરાયા છે. તમામ પારદર્શી પ્રક્રિયાને અમલી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમના આદેશ બાદ એસએસપી રામકૃષ્ણ ભારદ્વાજે બીએચયુના રજિસ્ટ્રારને પત્ર મોકલ્યો છે જેમાં બીએચયુના સુરક્ષા કર્મીઓના ખાખી વસ્ત્ર અને સેનાની વર્દી પહેરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીએચયુમાં છેલ્લા ઘણા દિવસથી હોબાળો મચેલો હતો. અત્રે નોંધનીય છે કે, પોલીસે ૧૦૦ વણઓળખાયેલા વિદ્યાર્થીઓ સામે કેસ દાખલ કરી દીધો છે.
બીએચયુ સંકુલમાં હજુ પણ તંગદિલી પ્રવર્તી રહી છે. હોસ્ટેલ ખાલી નહીં કરવાના આદેશ બાદ વિદ્યાર્થીઓએ રાહતનો દમ લીધો છે. બીએચયુ વહીવટીતંત્રએ ખુલાસો કર્યો છે કે, ૨૫મીથી ૨૭મી સપ્ટેમ્બર સુધી પૂર્વ નિર્ધારિત પરીક્ષાઓ પોતાના સમય મુજબ જ થશે. બીજી બાજુ આને લઇને રાજકીય લડાઈ પણ શરૂ થઇ ચુકી છે. વિદ્યાર્થીનીઓ ઉપર લાઠીચાર્જને લઇને ડીએમે સોમવારના દિવસે એક પત્ર પણ મોકલી દીધો છે. બીએચયુના રજિસ્ટ્રારને આ પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં પાંચ મુદ્દાઓ ઉપર તરત કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

Related posts

ભાડુઆત પોતાને મકાન માલિક ન સમજે : સુપ્રિમ કોર્ટ

editor

શારદા ચિટ ફંડ : પશ્ચિમ બંગાળના આઈપીએસ અધિકારી રાજીવની ધરપકડ પર સ્ટે ઉઠાવાયો

aapnugujarat

‘મેં કંઈ ખોટું નથી કર્યું અને તે સાબિત થયું’ : એ. રાજાનો પૂર્વ પીએમને પત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1