Aapnu Gujarat
રાષ્ટ્રીય

બીએચયુ હોબાળાને લઇ નરેન્દ્ર મોદી ચિંતિત

વારાણસી હિન્દુ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી અને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે. સુત્રોના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ખુબ જ ગંભીરતા સાથે લીધી છે. બીજી બાજુ રાજ્ય સરકારે કહ્યું છે કે, સમગ્ર મામલામાં રિપોર્ટની માંગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામનાયકે કહ્યું છે કે, મુખ્ય સચિવ રાજીવકુમારના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના રિપોર્ટના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કઈ પ્રકારનું વર્તન કર્યું છે તેમાં પણ તપાસ કરાશે. રાજ્યપાલે પોતે આ ઘટનાને દુખદ ગણાવી છે. બીજી બાજુ વારાણસીના ડીએમ યોગેશ્વરરામ મિશ્રાએ આદેશ કર્યો છે કે, બીએચયુના સુરક્ષા ગાર્ડ હવે ખાખી વવર્દી પહેરશે નહીં. બીજી બાજુ સમાજવાદી પાર્ટીએ આજે આ મામલાને લઇને દેખાવો કર્યા હતા.

Related posts

હવે સરકાર ગરીબ ગણવા માટે જીવન કઇ રીતે જીવી રહ્યા છે તેના આધારે નક્કી કરશે

editor

મોદી સરકાર સબકા સાથ સબકા વિનાશનાં સુત્ર સાથે આગળ વધે છે : રાહુલ ગાંધી

aapnugujarat

होटेल केसः लालू और अन्यों के खिलाफ एफआईआर के बाद छापेमारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1