Aapnu Gujarat
ગુજરાત

વિઠલાપુર પોલીસે કડીની કુખ્યાત કોંબ્રા ગેંગના શખ્સો ઝડપ્યા

પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના કેસરીસિંહ ભાટી, જિ.પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ, એ.એસ.પી લવીના સિંહાના માર્ગદર્શન હેઠળ વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાંમાં ગતરાત્રે બનેલ લુંટની કોશિષના ગુનાના આરોપીઓની તપાસ હાથ ધરી હતી જે દરમ્યાન એ.એસ.આઈ. સુરેન્દ્રસિંહ કુશળસિંહ તથા અન્ય સ્ટાફના માણસો ગત રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા તે દરમ્યાન તેઓને બાતમી હકીકત મળેલ કે વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાં ચામુંડા હોટલ ખાતે બનેલ લુંટની કોશિષના બનાવને અંજામ આપનાર કડીની કોબ્રા ગેંગના મુખ્ય સુત્રધાર એવા આરોપી ભાથીભા ઝાલા જેઓએ દેત્રોજ પોલીસ સ્ટેશનની હદમાં પણ મીંડા કંપની પાસે ઝઘડો તકરાર કરી ગુનો કરેલ હતો અને ગુનો દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ વ્યક્તિ સફેદ કલરની મારૂતિ સુઝીકી સ્વીફ્ટ ૪રપર લઈ કડીથી વિઠલાપુર તરીકે ચોકકસ બાતમી હકીકતના આધારે વિઠલાપુર ચોકડી ખાતે વિઠલાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પંચો સાથે આ ગાડીની વોચમાં હાજર રહી આ ગાડી નીકળતાં તેને રોકાવી ચેકિંગ કરતાં તેમાંથી ઉપરોક્ત ભાથીભા રહે.ઝીંઝુવાડા રસાણી પાર્ટી જિ.સુરેન્દ્રનગર હાલ રહે. સ્મૃતિ મંદિર સોસાયટી, સુજાતપુરા રોડ કડી મહેસાણા તથા લાલભા ઉર્ફે સુરેન્દ્રસિંહ કુવળસિંહ ઝાલા રહે.ઝીંઝુવાડા, તા.પાટડીને રોકીને પુછપરછ કરેલ તથા આ ગાડીમાં ચૅકિંગ હાથ ધરતાં ધારદાર તલવાર નંગ – ૩ તથા ધારદાર ખંજર નંગ – ૧ અને એક ધારીયુ મળી આવતાં તેઓ વિરૂધ્ધ કલમ ૧૩પ તથા તથા ૧૧૪ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ આ ભાથીભા વિરૂધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ઈ.પો.કો. ૩૦૭, ૩પ૪ મુજબ ગુનો નોંધાયેલ હતો. કડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ મુજબ પણ ગુનો નોંધાયેલ હતોે, તેઓ કડી પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના ગુનામાં પણ ઝડપાયો હતો. દસાડા પોલીસ સ્ટેશનમાં પ૦૪, પ૦૬ મુજબ ગુનો નોંધાયો હતો. ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રો.હી કલમ મુજબ પણ ગુનો નોંધાયો છે. ઉપરોક્ત તમામ ગુનાઓમાં તેમની અટકાયત પણ થઈ ત્યારબાદ વિઠલાપુર, દેત્રોજ, સાંથલ પોલીસ સ્ટેશન અને કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના આરોપીને પકડવાના બાકી છે. આ મારૂતિ સ્વીફ્ટ ગાડીની કિંમત ૧ લાખ રૂપિયા ધારદાર ત્રણ તલવારની કિંમત ૧પ૦/- ધારદાર ખંજરની ૧૦ અને ખંજરની કિંમત પ૦ એમ મળી ૧ લાખ ર૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતોય આ સફળ ઓપરેશનમાં વિઠલાપુર પો.ઈન્સ. મનોહરસિંહ એ.વાઘેલા તથા એ.એસ.આઈ. સુરેન્દ્રસિંહ કુશળસિંહ, તથા પો.કો.વિષ્ણુભાઈ ગફુરભાઈ,પો.કો.છત્રસિંહ, તથા અલોર રાજુભાઈ, વિનોદભાઈ,પો.કો.મેહુલભાઈ યોગેશભાઈ, તથા શક્તિસિંહ અમરસિંહ, પો.કો.હરેશભાઈ કમાભાઈ તથા અલોર સંજયભાઈ શામજીભાઈ વિગેરે આ કામગીરીમાં જોડાયેલા હતાં. વધુ તપાસ વિઠલાપુર પોલીસ કરી રહી છે.
(તસવીર / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)

Related posts

એસ.પી.રિંગરોડ પરથી યુવતીની લાશ મળી

aapnugujarat

નીતીશ કુમારની પાર્ટીએ ઉડાવી અમિત શાહની મજાક

aapnugujarat

મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

editor

Leave a Comment

UA-96247877-1