Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં રીક્ષા એલાઉન્સ કરાઈ લોકોને કોરોનાથી સાવચેત કરાયા

ડભોઇ નગરમાં કોરોનાના કેસ આવતા નગરપાલિકા તાત્કાલિક રીક્ષા એનાઉન્સ કરી લોકોને સાવચેત કરાઈ રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુનો આદેશ અપાયો હતો સાથે વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ કોરોનાનો સંક્રમણ ના વધે તે માટે ત્વરિત પગલાં લઈ રાત્રિ કર્ફયુનો અમલ લાવી દેવાયો છે તેવામાં કોરોનાની હાલની સ્થિતિને લક્ષ્યમાં લેતા ડભોઈ તંત્ર દ્વારા રીક્ષા એલાઉન્સ કરી જનતાને સજાગ કરાઈ હતી જેમાં તકેદારીના પગલે માસ્કનો ઉપયોગ કરવો, બે ગજની દુરી રાખવી, સાબુથી વારંવાર હાથ ધોવા, સરકારી ગાઈડ લાઈન મુજબ અને સરકારશ્રીએ જાહેર કરેલા નીતિ નિયમોનું ધારાધોરણ મુજબ કડકાઈથી પાલન કરવું જેવી જાહેરાતો કરી જનતાને જાગૃત કરાઈ હતી.
(હેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

તા. ૧૫ મીએ નર્મદા જિલ્લા સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળશે

aapnugujarat

ફટાકડા ફોડવા અંગે ચુકાદાના ભંગ બદલ બેની ધરપકડ

aapnugujarat

પાટણમાં મેડિકલ કૉલેજમાં મહિલાએ ડિપાર્ટમેન્ટના ત્રાસથી નોકરી છોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1