Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ નગરપાલિકાએ ફેરિયાઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા

ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત ફેરિયાઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. કાર્ય સ્થળ, નગર અને દેશને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થાય તે માટે શપથ લેવડાવી આહ્વાન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા અને પાલિકાના કર્મચારી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત તેની ગાઈડલાઈન મુજબ ફેરી ફેરિયાઓને પણ સ્વચ્છતાની શપથ લેવડાવવાની જોગવાઈ કરવામાં આવતા શપથ લેવડાવી આહવાન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકા અને નગરપાલિકાના કર્મચારી દ્વારા ડભોઈ નગર મોતીબાગમાં આવેલ શાક માર્કેટના ફેરિયાઓને અને શાકભાજીનો ધંધો કરતા લોકોના કાર્યસ્થળ પર જાતે જઈ સ્વચ્છતાના શપથ લેવડાવી સાથે-સાથે પોતે પણ પોતાનું શ્રમદાન કરી પોતાના કાર્યસ્થળ, નગર અને પોતાના ઘરને સ્વચ્છ રાખી દેશને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થાય તે હેતુ શપથ લેવાડી નગરપાલિકા દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

અમદાવાદ જિલ્લામાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેનો સેટકોમ નિહાળવા આઇસીડીએસ વિભાગની અપીલ

editor

અંકલેશ્વરમાંથી નકલી દવા બનાવતી ફેકટરી ઝડપાઇ

aapnugujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદથી હવાઈ સેવાનો શુભારંભ કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1