Aapnu Gujarat
બિઝનેસ

ડભોઇ – શિનોર પંથકમા એફએમસીજી પ્રોડક્ટ બનાવતી ઓકટોપસ કેર કંપની દ્વારા નવા યુનિટનું ઉદ્‌ઘાટન

હાલ ભારતીય બજારમાં એફએમસીજી અને પર્સનલ કેરની પ્રોડક્ટ બનાવતી જાયન્ટ મલ્ટીનેશનલ કંપનીઓ અસ્તિત્વમાં છે અને તેમની સાથે ભારતીય મૂળની કંપનીઓની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે ડભોઇ અને શિનોર પંથકમાં સેગવા ચોકડી પાસે આવેલ ઓક્ટોપસ કેર કંપની ગુણવત્તાયુક્ત, સ્વદેશી બનાવટની, આયુર્વેદિક – હર્બલ પ્રોડક્ટો નેચરલ રીતે બનાવી બજારમાં રજૂ કરી વેચાણ કરી રહી છે અને કંપનીના ઉત્પાદનોને ડભોઈ – શિનોર પંથકમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને કંપનીના ઉત્પાદનોનું વેચાણ દિન – પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે કંપની દ્વારા વિસ્તરણ કરવાના ઉમદા હેતુથી બીજા પ્રોડક્ટ્‌સનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના ડાયરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે હાલમાં કંપનીના એક પ્લાન્ટમાં ૧૫ – ૨૦ કામદારોને રોજગારી મળી રહી છે જ્યારે બીજા પ્લાન્ટનું પ્રોડક્શન શરૂ થતા ડભોઇ – શિનોર તાલુકામાં રોજગારીની નવી તકોનું સર્જન થશે અને વધુ લોકોને રોજગારી મળી રહેશે .કંપનીના ડાયરેક્ટરોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા હાલમાં વિવિધ પ્રકારનાં સાબુ બનાવવામાં આવે છે જેમાં વિવિધ ફ્લેવર અને ગુણવત્તાયુક્ત સાબુને બજારમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ સાથે કંપની પર્સનલ કેરની વિવિધ પ્રોડક્ટ વીકે જેવી કે શેમ્પુ, હેર ઓઇલ, ફેશ ઓઈલ સ્ક્રીન ઓઈલ, ડિટર્જન્ટ પાવડર અને ડિટર્જન્ટ સાબુ વગેરે જેવી કુદરતી રીતે બનાવેલી પ્રોડક્ટોને બજારમાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે જેથી કંપની દ્વારા ટૂંકા સમયગાળામાં હેર ઓઇલની વિવિધ પ્રોડક્ટ, ટોનૅર, લીપબામ, ફેરનેસ ક્રીમ વગેરે જેવી પણ પ્રોડક્ટની નવી રેંજ ટૂંક સમયમાં બજારમાં રજુ કરનાર છે. હાલમાં સરકાર દ્વારા પણ સ્વદેશી ચીજ વસ્તુઓ, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત એસએમઈ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ડભોઇ – શિનોર પંથકની ઓક્ટોપસ કેર કંપની પોતાની હર્બલ એફએમજી પ્રોડક્ટો રજૂ કરી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ગ્રાહકોને પૂરી પાડનાર છે ત્યારે આવી સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ક્ષેત્રમાં નવી નવી રોજગારીનું સર્જન થાય તે માટે સરકારશ્રીએ પણ આવી સ્થાનિક કંપનીઓને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન આપવું જોઈએ. ડભોઇ – શિનોર પંથકના ગ્રાહકોએ પણ આવી સ્થાનિક ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવતી કંપનીના ઉત્પાદનો ખરીદી સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવું જોઇએ.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

બિટકોઇનને રેગ્યુલાઇઝ કરવાથી દેશ પર સંકટ આવી પડશે

aapnugujarat

દેવામાં ડૂબેલી એર ઇન્ડિયા કોસ્ટ કટિંગ કરવા હજારો કર્મચારીઓને બેસાડી દેશે ઘરે!

aapnugujarat

નીરવ મોદી કેસમાં વસૂલી માટે પર્યાપ્ત સંપત્તિ ઉપલબ્ધઃ પીએનબીનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1