Aapnu Gujarat
બિઝનેસ

બિટકોઇનને રેગ્યુલાઇઝ કરવાથી દેશ પર સંકટ આવી પડશે

નાણાં મુદ્દે નિમાયેલી સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ આર્થિક વ્યવહારો માટે બિટકોઇન કરન્સી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતીનાં સભ્યોએ આ વર્ચ્યુઅલ કરન્સી મુદ્દે આશંકા વ્યક્ત કરી છે કે તેને સમાંતર અર્થવ્યવસ્થા જન્મ લઇ શકે છે અને તેના કારણે કાળુ નાણુ વધી શકે છે.
સમિતીનાં અનુસાર આના કારણે નકલી વ્યવહારોમાં વધારો થઇ શકે છે.આતંકવાદીઓને ફન્ડીંગનો પણ વધારે એક સ્ત્રોત ખુલી શકે છે. મીટિંગમાં હાજર નાણા મંત્રાલયનાં અધિકારીઓએ આ અંગે ચેતવતા સાંસદોએ કહ્યું કે બિટકોઇનને લીગલ કરવાનો પ્રયાસ ન કરવો જોઇએ. સાંસદોએ કહ્યું કે બિટકોઇનનાં કારણે પેદા થનારી સમસ્યાઓ પર બારીક નજર રાખી રહી છે.
સુત્રોએ જણાવ્યું કે, ભાજપ સાંસદ કિરીટ સોમૈયાએ અધિકારીઓને પુછ્યું કે સરકાર શા માટે બિટકોઇ પરત્વે આટલી આકર્ષીત થઇ રહી છે. તેમણે કહ્યું કે સરકાર તે પણ સ્પષ્ટ નથી જણાવી રહી કે બિટકોઇન કરન્સી વૈધાનિક છે કે નહી. તેમણે પુછ્યું કે શું અધિકારીઓએ વડાપ્રધાનને બિટકોઇનનાં કારણે પેદા થનારી સમસ્યાઓ અંગે જણાવ્યું છે કે નહી.તૃણમુલ કોંગ્રેસ સાંસદ દિનેશ ત્રિવેદીએ કહ્યું કે આઝે ડેટા નવા ઇંધણ જેવા થઇ ગયા છે અને બિટકોઇ નવા રેનસમ ફાઇનાન્શ્યલિ પ્લેટફોર્મ બની ગયું છે. મીટિંગમાં ઘણા સાંસદોએ કેન્દ્ર સરકારની ડીજીટલ ઇન્ડિયા યોજના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સાંસદોએ પુછ્યું કે શું સરકારે આ સ્કીમને સંપુર્ણ સાઇબર સિક્યોરિટીથી ફુલપ્રુફ કરવાનું કામ કર્યું છે. બીજેડી સાંસદ ભૃતહરી મહતાબે સવાલ પુછ્યો કે આખરે સરકાર કઇ રીતે નક્કી કરી શકે છે કે લોકો કેશ, ક્રેડિક કાર્ડસ અથવા તો પછી ટ્રાન્ઝેક્શનની અન્યપદ્ધતીઓનો ઉપયોગ કરે.

Related posts

IPO માર્કેટ : ડઝન કંપનીઓ પબ્લિક ઇશ્યુ માટે પૂર્ણ સજ્જ

aapnugujarat

ઇન્ફોસીસમાં સ્થિરતા લાવવા પર કામો કરશે : નિલકાનીની ખાતરી

aapnugujarat

ત્રણ સરકારી સિક્યોરિટીઝનું આરબીઆઈ વેચાણ કરશે

editor

Leave a Comment

UA-96247877-1