Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇન્દ્રાણીની જેલરોએ ધુલાઈ કરેલી

ભાયખલા જેલના અધિકારીઓએ કરેલી મારઝૂડને કારણે ઈજા થઈ હોવાના ઇન્દ્રાણી મુખરજીએ કરેલા દાવાને મેડિકલ રિપોર્ટમાં સમર્થન મળ્યું છે.
જેજે હૉસ્પિટલના સિનિયર મેડિકલ ઑફિસરે જેલના અધિકારીઓની મારઝૂડને લીધે ઇન્દ્રાણી મુખરજીને ઈજા થઈ હોવાનો દાવો સાચો ઠરાવ્યો છે.જેજે હૉસ્પિટલના સિનિયર મેડિકલ ઑફિસરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘ઇન્દ્રાણીને બુઠ્ઠા અને ભારે હથિયારની તથા અન્ય પ્રકારની ઈજાઓ પણ થઈ છે. ચેકઅપ કર્યા પ્રમાણે ઇન્દ્રાણીનો દાવો સાચો જણાય છે. ઇન્દ્રાણી મુખરજીનું મેડિકલ ચેકઅપ કોર્ટના આદેશથી કરવામાં આવ્યું હોવાથી એનો રિપોર્ટ પણ કોર્ટને સુપરત કરવામાં આવશે.’ મંજુલા શેટ્યેની હત્યાના દિવસે બનેલી હિંસક ઘટનાઓના અનુસંધાનમાં શીના બોરા હત્યાકેસની આરોપી ઇન્દ્રાણી મુખરજીએ ભાયખલા જેલના અધિકારીઓ વિરુદ્ધ નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેલના સ્ટાફે કરેલી મારઝૂડમાં ઈજાઓ થઈ હોવાનું અને મેડિકલ રિપોર્ટમાં પણ ઈજાઓની નોંધ હોવાનું ફરિયાદમાં ઇન્દ્રાણી મુખરજીએ જણાવ્યું છે.ભાયખલા જેલની કેદી મંજુલા શેટ્યેના કસ્ટોડિયલ ડેથના ઇન્ક્‌વેસ્ટ પંચનામામાં મરનારના પ્રાઇવેટ પાટ્ર્‌સમાં જૂની કે નવી કોઈ ઈજા નોંધાઈ નથી. હજી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યો નથી, પરંતુ આ કેસમાં નોંધાવવામાં આવેલા જ્ત્ય્ની વિગતો કરતાં ઇન્ક્‌વેસ્ટ પંચનામાની વિગતો ચોક્કસ બાબતમાં વિરોધાભાસી છે. જ્ત્ય્માં બનાવ નજરે જોનારા સાક્ષીઓએ જેલના અધિકારીઓએ મંજુલા પર ક્રૂરતાથી કરેલી મનાતી મારઝૂડની વિગતો વર્ણવી છે.

Related posts

२५ रुपये लीटर तक सस्ता किया जा सकता है पेट्रोल : चिदंबरम

aapnugujarat

छोटा राजन के भाई को RPI पार्टी से मिला टिकट

aapnugujarat

५ सालों में वैश्विक राजनीति में बढ़ गया हैं भारत का कद : एस. जयशंकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1