Aapnu Gujarat
ગુજરાત

શહેરા ખાતે કાંકરી એનસીસી કેડેટ દ્વારા રકતદાન કરાયું

ંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી કાકરી ખાતેની શહેરા વિનયન કોલેજ ખાતે એન.સી.સી ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમા જીલ્લા કલેકટર અમિત અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એનસીસીના કેડેટ દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટર દ્વારા રકત દાનની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી, સાથે તેમને જીવનમાં એનસીસીનું મહત્વ તેમજ રકતદાનનું પણ મહત્વ સમજાવ્યું હતું. હાલમાં કોરોનાની મહામારીને લઇને જનજાગૃતિ સંદેશો પણ પાઠવ્યો હતો.માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનો અનુરોધ કર્યો હતો. એનસીસી ૨૦ ગુજરાત બટાલિયન અને શહેરા કોલેજના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૭૨ એનસીસી કેડેટ, કર્નલ કિરીટ નાયર, પીઆઈ સ્ટાફ તેમજ એનસીસી તમામ એનસીસી કેડેટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સ.સ.લતી સુબેદાર મેજર ગુરુમુખ સિંહ હાજર રહ્યા હતા.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

रसिकलाल के हत्यारे घरघाटी शांतिलाल को राजस्थान से पकड़ा

aapnugujarat

વિસ્મયની અરજી હાઇકોર્ટે આખરે નોટ બી ફોર મી કરી

aapnugujarat

ટોકિયો પેરા ઓલમ્પિક ખાતે વડનગરનું ગૌરવ ભાવિના પટેલની ગોલ્ડ મેડલની આશા સાથે આગેકૂચ

editor

Leave a Comment

UA-96247877-1