Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાર પર બોરિસ જોનસને ઉઠાવ્યો અવાજ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે સંસદ સત્ર દરમિયાન પાકિસ્તાનને ત્યાંની જનતાના મૌલીક અધિકારોની ગેરંટી આપવાની માંગ કરી છે. સાંસદ ખાને સવાલ કર્યો હતો કે શું સરકારે પાકિસ્તાન સામે તે સ્પષ્ટ કરી દેવું જોઈએ કે સરકાર સમર્થિત અત્યાચારનો સિલસિલો બંધ કરવો જરૂરી થઈ ગયો છે. પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાચાર શરૂ છે અને દુનિયાના તમામ દેશો તે જાણે છે. વડાપ્રધાન જોનસન સાંસદ ઈમરાન અહમદના સવાલનો જવાબ આપી રહ્યાં હતાં.
જોનસને જવાબ આપ્યો, હું મારા આદરણિય દોસ્ત સાથે સહમત છું અને હું તેમને જણાવી શકું છું કે એ માટે દક્ષિણ એશિયાના મંત્રી હાલમાં આ મામલાને પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી સમક્ષ ઉઠાવ્યો અને અમે પાકિસ્તાન સરકારને આગ્રહ કર્યો કે તેઓ પોતાની જનતાના મૌલીક અધિકારોની ગેરંટી લે.
ઉલ્લેખનિય છે કે, અહમદ ખાને સંસદને સંબોધિત કરતા દરમિયાન કહ્યું હતું કે, જ્યારે દેશ કોરોના સામે લડી રહ્યો છે તો ત્યારે માનવીય અન્યાયોને પણ નજરઅંદાજ કરવા જોઈએ નહી અને લઘુમતિઓ સાથે થઈ રહેલા અત્યાચાર બંધ થવા જોઈએ.
જણાવી દઈએ કે, પાકિસ્તાનની લઘુમતિઓ સાથે થઈ રહેલા અત્યાચારને લઈને ઘણી વાર ટીકાઓ થઈ છે. અહીં લઘુમતિઓના સરકારી અધિકારીઓના હાથે ઉત્પિંડનની કિસ્સાઓ સામે આવતા રહે છે. સાંસદ અહમદ ખાને કહ્યું કે, પોતાને અહમદી મુસલમાન ગણાવવા જેનો સમુદાય સૌ માટે પ્રેમ અને કોઈ માટે નફરતનો ભાવ નથી રાખતો. તેમણે કહ્યું, શું મારા આદરણિય મિત્ર મારી સાથે આ વાતને લઈને સહમત છે કે પાકિસ્તાનમાં નફરતની હિસા થઈ રહી છે જેનો અંત સડક પર આવે છે.

Related posts

अमेरिका का चीन को नया झटका

editor

હાફિઝ સઇદની સલામતી માટે તોઇબાની મોટી ફોજ

aapnugujarat

ताइवान में 5.9 तीव्रता का भूकंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1