Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિરુદ્ધ સ્વયંમ સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન

તાજેતરમાં મોરબીની પેટાચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાતિવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં આજે ગાંધીનગર જિલ્લા પંચાયત સામે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિરૂદ્ધ દેખાવો યોજવામાં આવ્યો હતો. આજે સ્વયં સેવા દળ દ્વારા ગાંધીનગરમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે રેલી અંગે કોઇ પરવાનગી લીધી ન હોવાથી પોલીસ દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીની ચૂંટણી સભા બાદ વિરોધના સૂર ઉભા થતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા સોશિયલ મિડિયા ઉપર જાતિ વાચક શબ્મને પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ આ બાબતે ફેસબુકમાં માફી પણ માંગી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટનનો વિરોધ કરવા આવેલા એસએસડીના કાર્યકરોની પોલીસ દ્વારા મોટાપાયે અટકાયત કરવામાં આવી હતી. જોકે સ્વયં સૈનિક દળ દ્વારા માંગણી કરવામાં આવી કે જ્યારે કોઈ સામાન્ય માણસ જાતિવાચક શબ્દો બોલે છે ત્યારે તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે છે પણ નાયબ મુખ્યમંત્રી જેવા વ્યક્તિ દ્વારા અને રાજનેતા દ્વારા આ શબ્દો બોલ્યા પછી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સામે પગલાં ભરવા જોઈન તેવી સ્વયં સૈનિક દળના આગેવાન ચંદ્રમણી દ્વારા માંગણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સામે કોઈપણ જાતની મંજૂરી વગર રેલી કાઢવાનો પ્રયત્ન કરતા ગાંધીનગર પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

અનામત મુદ્દે કોંગ્રેસે છેતરામણીનો પીટ્યો ઢોલ : નીતિન પટેલ

aapnugujarat

અંજારનો અને મહિસાગરનો શખ્સ મધ્યપ્રદેશમાં નકલી સોનાના બિસ્કીટ વેચતા ઝડપાયા

aapnugujarat

તેજગઢથી ભીલપુર સુધીનો રસ્તો બિસ્માર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1