Aapnu Gujarat
મનોરંજન

સુશાંતની હત્યા થઈ છે, મહારાષ્ટ્રના એક મંત્રી ઘટના સ્થળ પર હતા : નારાયણ રાણે

સુશાંત સિંહ રાજપૂતના મોતને ચાર મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ રોજ નવા નવા દાવાઓ સામે આવી રહ્યા છે. હવે ભાજપ સાંસદ નારાયણ રાણેએ કહ્યું હતું, ’સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા થઈ છે. તે સમયે સુશાંતના ઘરમાં એક મંત્રી હાજર હતા. સુશાંતનો કેસ ઓપન થશે તો મહારાષ્ટ્ર મંત્રીમંડળના એક મંત્રી જેલમાં જઈ શકે છે.’ રાણેએ કહ્યું હતું કે તેમની પાસે પુરાવા છે અને તે માત્રને માત્ર ઝ્રમ્ૈંને આ પુરાવા આપશે.
એક ઈન્ટરવ્યૂમાં રાણેએ કહ્યું હતું, ’જ્યારે ઘટના બની ત્યારે સુશાંતના ઘરે કેટલાંક લોકો હાજર હતા. તેમણે સુશાંતને દિશાના મર્ડર અંગે પૂછ્યું હતું. ત્યારબાદ તેનો આ લોકો સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જ સુશાંતની હત્યા થઈ હતી.’
રાણે પહેલા તેમના દીકરા નિતેશ રાણેએ પણ મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઈ પોલીસ પર નિશાન સાધ્યું હતું. નિતેશ રાણેએ કહ્યું હતું, ’સુશાંત-દિશાને ન્યાય મળશે. જસ્ટિસ મારા તથા તમારા હિસાબે થતો નથી. સત્ય સામે આવશે. સત્ય છુપાઈ શકે નહીં. જ્યાં સુધી ઝ્રસ્ છે, ત્યાં સુધી જ સત્ય બહાર આવશે નહીં પરંતુ ઝ્રમ્ૈંને જે કરવું છે, તે સારી રીતે કરે છે. અમિતશાહજી પર વિશ્વાસ રાખો. અત્યારે ભલે કંઈ સામે ના આવે પરંતુ તપાસ યોગ્ય રીતે થઈ રહી છે, આથી જ અમે શાંત છીએ.

Related posts

સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

aapnugujarat

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

aapnugujarat

उर्वशी ने ‘थिरुट्टू पेले 2’ के हिंदी रीमेक की डबिंग की शुरू

editor

Leave a Comment

UA-96247877-1