Aapnu Gujarat
મનોરંજન

લક્ષ્મી બોમ્બના શૂટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે ખુલાસો કર્યો

બોલિવૂડ ખિલાડી એટલે કે અક્ષય કુમારે તેની ફિલ્મી કરિયર દરમિયાન તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. પરંતુ અક્ષય જેવું પાત્ર આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં નિભાવવાનો છે તેવા પાત્રમાં તમે પહેલા ક્યારેય પડદા પર જોયો નહીં હોય.
અક્ષય પોતે કહે છે કે ‘લક્ષ્મી બોમ્બ’ની ભૂમિકા તેની કારકિર્દીની સૌથી મુશ્કેલ ભૂમિકા છે. ખાસ કરીને કલાકો સુધી સાડી પહેરીને તે પાત્ર નિભાવવું અક્ષય માટે એક પડકારજનલ રહ્યું છે. તેણે પોતે જ કહ્યું છે કે શરૂઆતમાં તેની સાડી ઘણી વાર ખુલી જતી હતી, પરંતુ પછી ધીરે ધીરે તેને સંભાળવી ફાવી ગઈ હતી.
અક્ષયે કહ્યું, ‘જો હું એક શબ્દમાં કહું તો સાડી દુનિયાનો સૌથી ગ્રેસફુલ પહેરવેશ છે. સાડી પહેરવી એ મારા માટે એક અલગ પ્રકારનો અનુભવ છે. મારી સાડી શૂટિંગના શરૂઆતના દિવસોમાં સાડી આપમેળે ખુલી જતી હતી. હું સાડી પહેરીને બરાબર ચાલી પણ શકતો ન હતો. સાડી પહેરીને લડવાનું, નાચવાનું બધું ભૂલી જતો હતો. પરંતુ આભાર માનીએ મારા કોસ્ચ્યુમ ડિઝાઇનર્સનો જેઓ દર વખતે મારી સાડીની પ્લેટસ ઠીક કરતા હતા અને પલ્લુ સુધારતા હતા.
આ પાત્ર મારા માટે માનસિક રીતે ખૂબ જ પડકારજનક હતું, પરંતુ મારા ડિરેક્ટર તેને ખૂબ સારી રીતે મેનેજ કર્યું. તે હંમેશાં મારી સાથે ઉભા રહેતા હતા. અક્ષયની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ આવતા મહિનાની નવમી તારીખે એટલે કે નવમી નવેમ્બરે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

Related posts

તાપ્સી પન્નુના નિવેદનથી તેલુગુ ચાહક ખફા થયા

aapnugujarat

पहले से ज्यादा निडर और रचनात्मक हुईं प्रियंका चोपड़ा

editor

हमें डाक सेवाओं का इस्तेमाल भी करना चाहिए : शाहरुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1