Aapnu Gujarat
રાષ્ટ્રીય

આર્મી ચીફ નરવણે નવેમ્બરમાં નેપાળ જશે

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં નેપાળની યાત્રા કરશે. બંન્ને દેશોના સંબંધમાં તણાવની વચ્ચે ભારત તરફથી કોઈ ઉચ્ચસ્તરીય વ્યક્તિની આ પહેલી નેપાળ યાત્રા હશે. ઉલ્લેખનિ છે કે, નેપાળના નકશામાં ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પોતાનો દાવો કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, નેપાળના રાષ્ટ્રપતિ બિદયા દેવી ભંડારી નરવણેની યાત્રા દરમિયાન નેપાળી સેનાના જનરલનું માનદ રેંક પ્રદાન કરશે. બંને દેશોની સેનાઓ વચ્ચે મજબુત સંબંધોને દર્શાવનારી આ પરંપરા ૧૯૫૦માં શરૂ થઈ હતી. આ વખતે પરંપરા હેઠળ ભારત પણ નેપાળી સેનાના પ્રમુખને ભારતીય સેનાના જનરલના માનક રેંક પ્રદાન કરે છે.
પ્રવાસ સંબંધે એક અધિકારીએ જણાવ્યું કે, સેના પ્રમુખ આવતા મહીનાની શરૂઆતમાં નેપાળની યાત્રા કરશે. તેની યાત્રાની તારીખોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જનરલ નરવણે પેતાના નેપાળી સમકક્ષ પૂર્ણ ચંદ્ર થાપા સહિતના સૈન્ય અધિકારીઓ તથા નેપાળના રક્ષા મંત્રી ઈશ્વર પોખરેલ સાથે ચર્ચા કરશે. અન્ય એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, સેના પ્રમુખની કાઠમાંડુ પ્રવાસ દરમયાન બંને દેશોની વચ્ચે રક્ષા સહયોગને વધારે ગાઢ કરવા ઉપર ચર્ચા કરવામાં આવશે.

Related posts

વાજપેયીની પ્રાર્થનાસભામાં મોદીએ વાજપેયીની સિદ્ધિઓ રજૂ કરી

aapnugujarat

देशभक्ति के जोश ने आसमान को भी नहीं छोड़ा है : महबूबा

aapnugujarat

કોરોનાની ત્રીજી લહેર અંગે પીએમ મોદીએ ચેતવ્યા

editor

Leave a Comment

UA-96247877-1