Aapnu Gujarat
રાષ્ટ્રીય

વહુને સાસુ-સસરાના ઘરમાં રહેવાનો અધિકાર : સુપ્રિમ

સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વહુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત વહુને પોતાના પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે તરૂણ બત્રા સહિત બે ન્યાયાધીશોની પીઠના નિર્ણયને પલટી નાખ્યો હતો. તરૂણ બત્રા કેસમાં બે જજોની બેંચે કહ્યું હત્તું કે, કાયદામાં દિકરીઓ, પોતાના પતિના માતા-પિતાના સ્વામિત્વ વાળી સંપત્તિમાં ના રહી શકે. જેનો અર્થ હતો કે, પતિના માતા-પિતાની સંપત્તિમાં પત્નીનો ભાગ ના હોઈ શકે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેંચે તરૂણ બત્રાના નિર્ણયને ફેરવી તોળતા ૬-૭ સવાલોના જવાબ પણ આપ્યા હતાં. કોર્ટે કહ્યું હતું કે, પતિની જુદી જુદી સંપત્તિમાં જ નહીં પણ સહિયારા ઘરમાં પણ પત્નીનો અધિકાર છે જ. ઉલ્લેખનીય છે કે, પારિવારિક બાબતોમાં દેશની વડી અદાલતનો આ નિર્ણય ખુબ જ મહત્વનો અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ ચુકાદાથી લાખો મહિલાઓને પતિના માતા-પિતાની સહિયારી સંપત્તિમાં ભાગ મળશે.

Related posts

असम में बाढ़ से स्थिति भयावह, 129 की मौत

editor

Bihar Rajya Sabha by-polls : Sushil Kumar Modi files nomination papers

editor

दिल्ली में फिलहाल नहीं लगेगा नाइट कर्फ्यू

editor

Leave a Comment

UA-96247877-1