Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૧૩-૧૪ ઑક્ટોબરે વરસાદી ઝાપટાની શક્યતા

ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાંથી આ સિઝનના વરસાદે વિદાય લીધી છે ત્યારે વધુ એક લો પ્રેશર બન્યું છે. જેના કારણે ગુજરાતમાં ૧૩ અને ૧૪ તારીખે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. વરસાદની વિદાય અને શિયાળાના આરંભમાં વાવાઝોડુ ઘણી વખત આવે છે. ત્યારે વેલમાર્ક્ડ લો પ્રેસર ડીપ્રેસન બનીને કેટલું જોર લગાવે છે તે મૂજબ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, લો પ્રેસરના પગલે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
હાલ બંગાળની ખાડીમાં હવામાં લો પ્રેશર સર્જાયુ છે જેથી કાલ સુધીમાં હવામાન વિભાગનાં મતે સિસ્ટમ ડીપ્રેસનમાં ફેરવાય તેવી સંભાવના છે. જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે. રાજસ્થાનથી ચોમાસુ પાછુ ખેંચાવાની શરુઆત થઈ હતી અને તારીખ ૬ ઓક્ટોબરના કચ્છ તથા રાજકોટ,પોરબંદર સુધીનો ભાગ અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિત વલ્લભ વિદ્યાનગર સુધીના વિસ્તારમાં ચોમાસુ પાછુ ખેંચાયું હતું. આ બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમના પગલે સુરત, વેરાવળ સહિતના વિસ્તારોમાં હજુ ચોમાસુ સક્રિય રહે તેવી શક્યતા છે.

Related posts

ભાલિયા ઘઉં મોંઘા થશે

editor

ખેડબ્રહ્મામાંથી બાઈક ચોર ઝડપાયો

editor

बडौदा : पीसीबी ने गिरफ्तार किए ४ बांग्लादेशी लोगों को

aapnugujarat

Leave a Comment

UA-96247877-1