Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિંમતનગરમાં સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ પ્રવાસના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતાં. શહેરના ટાઉનહોલ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામા આવી હતી. ગત રાત્રિએ સમયમાં ફેરફાર કરતા ૯.૩૦ કલાકે ટાઉનહોલ હિંમતનગર ખાતે આવી પહોંચવાના હતાં પરંતુ દોઢ કલાક મોડા આવ્યા હતાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત કાર્યક્રમમાં ઇડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ દિપસિંહ રાઠોડ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું. સી.આર. પાટીલને રમીલાબેન બારા દ્વારા રાખડી બાંધીને આવકારવામાં આવ્યાં હતાં, સાથે સાથે કાર્યકર્તાઓ,આગેવાના, પદાધિકારીઓ, વડીયાવીરના શાંતિગીરી મહારાજ તેમજ મહંતોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્વાગત કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

કેન્દ્ર સરકાર દ્વારા ત્રાસવાદનો રસ્તો છોડનારને ૬ લાખ આપવા તૈયારી

aapnugujarat

મન કી બાત : પી.એમ. મોદીએ જન્માષ્ટમી અને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી

aapnugujarat

શરદ પવારે ખેડૂતોને અનામત આપવાની માંગણી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1