Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર દ્વારા ત્રાસવાદનો રસ્તો છોડનારને ૬ લાખ આપવા તૈયારી

પુલવામા ખાતે ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ કાશ્મીર ખીણમાં ત્રાસવાદનો અંત લાવવા માટે કેન્દ્ર સરકાર કોઇ પણ કસર રાખવા માટે ઇચ્છુક નથી. આના ભાગરૂપે કેન્દ્ર સરકારે કાશ્મીરી લોકોનો વિશ્વાસ જીતવા માટેના પ્રયાસ હજુ જારી રાખ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્ય વહીવટીતંત્ર સાથે મળીને ત્રાસવાદનો રસ્તો છોડનારને મોટી રાહત આપનાર છે. ત્રાસવાદનો રસ્તો છોડનારના નામ પર બેંકમાં છ લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ કરવા અને તેમને રોજગારી આપવાના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. આત્મસમર્પણ કરનાર ત્રાસવાદીને નવા નામ ત્યાગકર્તા આપવાની પણ હિલચાલ ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આની મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કાશ્મીરમાં સુરક્ષા સ્થિતી પર કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં હાલમાં યોજાયેલી બેઠકમાં કેટલાક એવા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયના સુક્ષો દ્વારા કહેવામાં આવ્યુ છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ, ટોપ પોલીસ અધિકારીઓ, તેમજ લશ્કરી અધિકારીઓની સામે શરણાગતિ સ્વીકારી લેનારને જ આ તમામ સુવિધા આપવામાં આવનાર છે. નોકરીની વ્યવસ્થા રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે રોકડની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવનાર છે. એફડીમાં જમા કરવામાં આવનાર રકમ ત્રણ વર્ષ સુધી ઉપાડી શકાશે નહીં. કેટલીક અન્ય શરતો પણ લાગુ કરવામાં આવનાર છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી

Related posts

आयुष्मान भारत योजना दिल्ली में जल्द लागू की जाए – मनोज तिवारी

aapnugujarat

राम मंदिर : मार्च में अयोध्या आएंगे रविशंकर : रिपोर्ट

aapnugujarat

सैनिटरी नैपकिन पर १२ फीसदी जीएसटी लागू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1