Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરહદી ક્ષેત્રમાં મુસ્લિમો રાજસ્થાની ઓળખના બદલે અરબની પરંપરાને મહત્વ આપી રહ્યા છે

પુલવામા હુમલા બાદ દેશના જુદા જુદા ભાગોમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યુ છે કે સરહદ વિસ્તારોમાં મુસ્લિમોમાં ધાર્મિક કટ્ટરતા વધી રહી છે. આ લોકો પોતાની પારંપરિક રાજસ્થાની ઓળખના બદલે અરબની પરંપરાને મહત્વ આપી રહ્યા છે. અહીંના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સ્વીકાર કરી રહ્યા છે કે તેમની વચ્ચે વાતચીત હવે ખુબ ઓછી થઇ રહી છે. રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં અસામાન્ય રીતે ડિમોગ્રાફીમાં અથવા તો વસ્તીમાં ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. બીએસએફના એક અભ્યાસમાં આ મુજબની વાત સપાટી પર આવી છે. હાલમાં જ બીએસએફ દ્વારા જેસલમેરના સરહદી વિસ્તારોમાં ડિમોગ્રાફીને લઇને એક અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી વિગત પણ સપાટી પર આવી છે. લોકોના હેરસ્ટાઇલથી લઇને પહેરવેશ સુધીની બાબતોનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાની પહેરવેશ હવે દેખાતા નથી. અન્ય સમુદાયની તુલનામાં જૈસલમેર સરહદ પર મુસ્લિમની વસ્તીમાં આશરે ૨૨ ટકાનો વધારો થઇ ગયો છે. જ્યારે બીજા સમુદાયની વસ્તીમાં ઓછો વધારો થયો છે. કેટલીક શંકાસ્પદ ગતિવિધી પણ ચાલી રહી છે.કેન્દ્રિય ગૃહ મંત્રાલયને આ અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે. જો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઇ વિવાદ નથી. પરંતુ આ પ્રકારથી ઝડપી વસ્તી વધારો ચિંતા ઉપજાવે છે. બીએસએફ દ્વારા પોતાના અભ્યાસમાં જેસલમેર સરહદ ઉપર મુસ્લિમોની વધતી વસ્તીને લઇને ચેતવણી આપી છે. જો કે, અહીં કોઇપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હજુ સુધી સપાટી ઉપર આવી નથી.

Related posts

दिल्ली के लोगों पर ओजोन का जानलेवा खतरा मंडराया

aapnugujarat

સરહદ પર સેનાની જંગી તૈનાતી કરાતા કાર્યવાહીને લઈને સંકેતો

aapnugujarat

यूपी-बिहार में रेप होते हैं लेकिन पीएम एक शब्द नहीं बोलते : राहुल गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1