Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ કેર ફંડ : સરકાર દાતાઓના નામ કેમ જણાવતી નથી ? : પી. ચિદમ્બરમ

કોરોના રાહત સાથે જોડાયેલા કામો માટે બનાવાયેલા પીએમ કેર ફંડમાં ૫ દિવસમાં ૩,૦૭૬ કરોડ રૂપિયા આવ્યા. ફંડ ૨૭ માર્ચે બનાવાયું હતું અને ૩૧ માર્ચ સુધી આમા સૌથી વધુ પૈસા આવ્યા. ફંડમાં આવેલા ૩,૦૭૬ કરોડ રૂપિયામાંથી ૩,૦૭૫.૮૫ કરોડ રૂપિયા દેશના લોકોએ આપ્યા હતા. વિદેશમાંથી આમા ૩૯.૬૭ લાખ રૂપિયા આવ્યા. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ૨.૨૫ લાખ રૂપિયાથી શરૂ થયેલા આ ફંડને અત્યાર સુધી વ્યાજ તરીકે ૩૫ લાખ રૂપિયા પણ મળ્યા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦ના આ સ્ટેટમેન્ટને ફંડની ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે. જો કે, સ્ટેટમેન્ટમાં નોટ ૧ થી માંડી ૬ સુધીની માહિતી આપવામાં આવી નથી. આ અંગે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે સવાલ ઉઠાવ્યા છે. પી ચિદમ્બરમે ટિ્‌વટ કર્યું કે, પીએમ કેર ફંડના ઓડિટર્સે એ તો જણાવી દીધું કે, ફંડમાં કેટલા પૈસા આવ્યા છે, પણ આમા કોણે દાન આપ્યું છે, તેમના નામો જાહેર કેમ નથી કર્યા? તમામ એનજીઓ અને ટ્રસ્ટે તેમના દાતા અને તેમના તરફથી આપવામાં આવતી રકમ જણાવવી જરૂરી હોય છે. પીએમ કેર ફંડને આમાથી છૂટ કેમ આપવામાં આવી છે?
સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનએનજીઓએ પીએમ કેર ફંડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સીપીઆઈએલનું કહેવું હતું કે, પીએમ કેર ફંડ બનાવીને સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કાયદાની અવગણના કરી છે. પીએમ કેર ફંડમાં જે પણ રકમ મળી છે, તેને એનડીઆરએફમાં જ ટ્રાન્સફર કરવામાં આવે. જો કે, જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ૩ જજોની બેંચે કહ્યું કે, પીએમ કેર ફંડના પૈસા એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકીએ. આ બન્ને અલગ અલગ ફંડ છે. કોઈ વ્યક્તિ એનડીઆરએફમાં દાન આપવા માંગે તો તેની પર કોઈ પ્રતિબંધ નથી. નવી આપદા રાહત યોજનાની પણ કોઈ જરૂર નથી.

Related posts

ઉત્તરપ્રદેશમાં રોજ ૫૨ મહિલાઓ સાથે દુષ્કર્મ….!!?

aapnugujarat

પ્રદ્યુમન કેસ : ફોરેન્સિક ટુકડી દ્વારા રયાન સ્કુલમાં પહોંચી તપાસ કરાઈ

aapnugujarat

ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મુકુલ રોય ભાજપમાં સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1